Cricket : રિંકુ સિંહ એશિયા કપ નહીં રમે! શુભમન ગિલનું બહાર થવું લગભગ નક્કી? આવી ભવિષ્યવાણી કોણે કરી?
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. એવામાં હવે ટીમને લઈને એક મોટા સમાચાર બહાર આવ્યા છે.

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે, ચીફ સિલેક્ટર અજિત અગરકર પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમ ઇન્ડિયાની જાહેરાત કરશે. એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે, તેથી ભારતીય ટીમમાં કોણ રહેશે અને કોણ નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે. એવામાં હવે ટીમ ઇન્ડિયાના એક ભૂતપૂર્વ પસંદગીકારે ભવિષ્યવાણી કરી છે કે, રિંકુ સિંહને ભારતીય ટીમ કોમ્બિનેશનમાંથી દૂર રાખવામાં આવી શકે છે.
ટીમ ઇન્ડિયાના એક ભૂતપૂર્વ પસંદગીકારની ભવિષ્યવાણી
મીડિયા રિપોર્ટસ મુજબ, ટીમ ઇન્ડિયાના એક ભૂતપૂર્વ પસંદગીકારે કહ્યું કે, ‘ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે કોઈ ખાસ ખેલાડી ટીમમાં આવવો જોઈએ પરંતુ તે કોની જગ્યાએ આવશે તે કહેવામાં આવતું નથી.” આ ભૂતપૂર્વ પસંદગીકારે શ્રેયસ ઐયરનું ઉદાહરણ આપ્યું અને કહ્યું જે, તે 180 ની તોફાની સ્ટ્રાઇક રેટથી રમે છે પરંતુ ટોપ-4 માં બેટિંગ કરે છે? ટીમમાં શ્રેયસનું સ્થાન ક્યાં છે? જો શુભમન ગિલને ટીમમાં લાવવો પડે તો પસંદગી સમિતિ કયો શોર્ટકટ અપનાવશે?
ભૂતપૂર્વ પસંદગીકારે એ પણ કહ્યું કે, “ટોપ-5 માં એક તો બદલાવ કર્યા વગર શુભમન ગિલને ભારતીય ટી20 ટીમમાં સ્થાન મળતું નથી. જો કે, શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન છે અને તે આઈપીએલમાં પણ કેપ્ટનશીપ કરે છે, તેને છોડી શકાય નહીં. મને લાગે છે કે, રિંકુ સિંહને અહીં છોડી શકાય છે કારણ કે ટીમમાં કેટલાક ટોપ ઓર્ડર બેટ્સમેન તેના કરતા વધુ મહત્વપૂર્ણ છે.”
જીતેશ શર્મા ફિનિશરની ભૂમિકા ભજવશે?
જો રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવામાં આવે છે, તો પસંદગીકારોએ શુભમન ગિલ જેવા ટોચના ક્રમના બેટ્સમેન પહેલાં શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી જેવા બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનો વિચાર કરવો પડી શકે છે. આ ઉપરાંત રિંકુની જગ્યાએ જીતેશ શર્મા બીજા વિકેટકીપર તરીકે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.
