IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું, રાધા યાદવ-જેમિમાહ રોડ્રિગ્સે અપાવી શાનદાર જીત

Sri Lanka Women vs India Women, 1st T20I: 3 મેચની T20 સિરીઝમાં 1-0થી ટીમ ઈન્ડિયા આગળ છે. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 138 રન બનાવ્યા હતા. શેફાલી વર્મા, રોડ્રિગ્સ (Jemimah Rodrigues) સિવાય કોઈ સારું પ્રદર્શન કરી શકી ન હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સેટ થયા બાદ આઉટ થઈ ગઈ હતી.

IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું, રાધા યાદવ-જેમિમાહ રોડ્રિગ્સે અપાવી શાનદાર જીત
ind-w-vs-sl-w
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:15 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા (Sri Lanka Women vs India Women, 1st T20I) સામેની T20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી હતી. દાંબુલામાં રમાયેલી પહેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને એકતરફી સ્ટાઈલમાં 34 રને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 138 રન બનાવ્યા અને જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 104 રન જ બનાવી શકી. ભારત તરફથી રાધા યાદવે 22 રનમાં 2 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને પૂજા વસ્ત્રાકરને પણ એક-એક વિકેટ મળી હતી. બેટિંગમાં જેમિમાહ રોડ્રિગ્સે (Jemimah Rodrigues) 27 બોલમાં અણનમ 36 રન અને શેફાલી વર્માએ 31 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં બેટિંગ કરતી વખતે દીપ્તિ શર્માએ 8 બોલમાં 17 રન બનાવ્યા હતા.

ભારતની ખરાબ શરૂઆત

ભારતની બધા જ ફોર્મેટની નવી કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ભારતની સલામી ઓપનર સ્મૃતિ મંધાનાની વિકેટ ત્રીજી ઓવરમાં ગુમાવી હતી. 25 વર્ષીય ભારતીય ખેલાડી હાથ ખોલવાના પ્રયાસમાં અનુભવી ઓશાદીનો શિકાર બની હતી. તે શોટ રમવાના પ્રયત્નમાં બોલ મિડ-ઓન પર સીધી ઊભેલી ચમારી અટાપટ્ટુએ કેચ પકડ્યો હતો. સભિનેની મેઘના એક પણ રન જોડી શકી ન હતી અને અનુભવી રાણાસિંઘે તેને ડ્રેસિંગ રૂમમાં મોકલી દીધી હતી.

હરમનપ્રીત-શેફાલીએ ઈનિંગને સંભાળી, રોડ્રિગ્સે પહોંડ્યા સારા સ્કોર પર

ગરમ અને ભેજવાળી સ્થિતિમાં શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ટીમ પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હરમનપ્રીત અને શેફાલી વર્માની જોડીએ આ નાજુક પરિસ્થિતિને સંભાળી હતી. શેફાલી (31 રન) આઉટ થનારી ત્રીજી ખેલાડી જેને અટાપટ્ટુએ પોતાનો શિકાર બનાવી હતી, જે મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહી હતી. શ્રીલંકાના બોલરોએ સારી બોલિંગ કરી જેથી તેઓને જલ્દી મોટી વિકેટ મળી જાય અને આવું ત્યારે બન્યું, જ્યારે સુકાની હરમનપ્રીત (22 રને) 11મી ઓવરમાં સ્પિનર ​​ઈનોકા રાણાવીરાના બોલ પર LBW આઉટ થઈ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાણાવીરાએ વધુ બે વિકેટ પોતાના નામે કરી હતી, તેણે વિકેટકીપર-બેટર રિચા ઘોષ (11) અને પૂજા વસ્ત્રાકર (14)ની વિકેટ લઈને 17 ઓવરમાં છ વિકેટ લીધી, જ્યારે ઈન્ડિયાનો સ્કોર માત્ર 106 રન હતો. ટીમમાં વાપસી કરીને રોડ્રિગ્સે ભારતને સન્માનજનક સ્કોર સુધી લઈ જવાની જવાબદારી નિભાવી હતી. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા રોડ્રિગ્સ દબાણમાં આવી ન હતી અને તેમણે ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો હતો અને બીજા છેડે દીપ્તિ શર્માએ આઠ બોલમાં 17 રન ઉમેર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">