INDvBAN: પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી, બુમરાહ અને પંતની વાપસી, આ નવા ખેલાડીની પણ એન્ટ્રી

|

Sep 08, 2024 | 10:26 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. માર્ચ 2024 પછી ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમશે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગેની મૂંઝવણ પણ દૂર થઈ ગઈ છે. એવું માનવામાં આવતું હતું કે ન્યુઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને બુમરાહને આરામ આપવામાં આવી શકે છે

INDvBAN: પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી, બુમરાહ અને પંતની વાપસી, આ નવા ખેલાડીની પણ એન્ટ્રી
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેની કમાન રોહિત શર્મા સંભાળશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, વિકેટકીપર ઋષભ પંત અને તોફાની ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે.

કેએલ રાહુલની પણ ટીમમાં વાપસી થઈ છે, જ્યારે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તરફથી કોલ મળ્યો છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

21 મહિના પછી પાછો ફર્યો પંત, કોહલી પણ પાછો ફર્યો

ટીમ ઈન્ડિયા માર્ચ 2024 પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. તે તેના બીજા બાળકના જન્મ માટે તેના પરિવાર સાથે હતો. ત્યારબાદ તે તમામ પાંચ ટેસ્ટમાંથી બહાર હતો પરંતુ હવે તે ટીમમાં વાપસી કરી રહ્યો છે.

કોહલીની સાથે, સૌથી વધુ ઉત્સુકતા ઋષભ પંત વિશે હતી, જે ડિસેમ્બર 2022 પછી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમશે. માર્ગ અકસ્માતમાંથી સાજા થયા બાદ પંત માત્ર 3 દિવસ પહેલા જ દુલીપ ટ્રોફીમાં રેડ બોલ ક્રિકેટમાં પરત ફર્યો હતો. પંતની છેલ્લી ટેસ્ટ પણ 21 મહિના પહેલા બાંગ્લાદેશ સામે હતી.

બુમરાહ અઢી મહિના પછી જોવા મળશે

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગેની મૂંઝવણ પણ દૂર થઈ ગઈ છે. એવું માનવામાં આવતું હતું કે ન્યુઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને બુમરાહને આરામ આપવામાં આવી શકે છે, પરંતુ તેને આ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

 

જોકે, પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે બુમરાહના વર્કલોડને મેનેજ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બુમરાહને બીજી ટેસ્ટથી આરામ આપવામાં આવશે તેવું સમજાય છે. જો કે ટી-20 વર્લ્ડ કપની જીત બાદ બુમરાહ અઢી મહિનાથી વધુ સમય બાદ પ્રથમ વખત ક્રિકેટના મેદાનમાં ઉતરશે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, આકાશ દીપ અને યશ દયાલ.

આ પણ વાંચો: લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં પોલીસ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ, IPS મયુર પાટીલે કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ, જુઓ Photos

Next Article