ટાટા ગ્રુપ IPL ટાઇટલ સ્પોન્સર તરીકે Vivoનું સ્થાન લેશે: ચેરમેન

ટાટા ગ્રૂપ (Tata Group) આવતા વર્ષે આઈપીએલ ટાઈટલ સ્પોન્સર તરીકે ચીની મોબાઈલ ઉત્પાદક વિવો (Vivo)નું સ્થાન લેશે.

ટાટા ગ્રુપ IPL ટાઇટલ સ્પોન્સર તરીકે Vivoનું સ્થાન લેશે: ચેરમેન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:17 PM

આઈપીએલ (IPL)ના ચેરમેન બ્રિજેશ પટેલે (Chairman Brijesh Patel ) ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપ (Tata Group) આવતા વર્ષે આઈપીએલ ટાઈટલ સ્પોન્સર તરીકે ચીની મોબાઈલ ઉત્પાદક વિવો (Vivo)નું સ્થાન લેશે. 2022ની મેગા હરાજી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં બેંગલુરુમાં થશે.

સમાચાર એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષે નવેમ્બરમાં તમામ હાલની IPL ફ્રેન્ચાઈઝીએ આગામી સિઝનની મેગા હરાજી (Mega auction) પહેલા તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી.

બે નવી IPL ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદ

એમએસ ધોની, વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને ગ્લેન મેક્સવેલ એ કેટલાક મોટા નામો પૈકીના છે જેને હાલની ફ્રેન્ચાઇઝીએ IPL 2022 માટે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. બે નવી IPL ફ્રેન્ચાઇઝી – લખનૌ અને અમદાવાદ પાસે મેગા ઓક્શન શરૂ થાય તે પહેલા પૂલમાં પાછા ફરનારા ત્રણ ખેલાડીઓને પસંદ કરવા માટે ₹33 કરોડનું બજેટ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આઈપીએલ 2022માં આઠને બદલે 10 ટીમો ભાગ લેશે

IPL 2022 (IPL-2022)માં આઠને બદલે 10 ટીમો ભાગ લેશે. આ બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ (Ahmedbad Franchise)ની હશે. BCCIએ આની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી, પરંતુ ત્યારથી અમદાવાદની ફ્રેન્ચાઈઝીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. CVC કેપિટલ્સ એ યુએસ સ્થિત કંપની છે અને વિદેશમાં ઘણી સટ્ટાબાજીની કંપનીઓ ધરાવે છે.

આ અંગે વિવાદ થયો હતો. આ કારણોસર BCCI અમદાવાદને લગતી તપાસમાં સામેલ થયું હતું અને તેને ઇરાદા પત્ર આપ્યો ન હતો. હવે જો કે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCIએ અમદાવાદ ફ્રેન્ચાઈઝીને ક્લિયરન્સ આપી દીધું છે અને બોર્ડ તરફથી letter of intentપણ મળ્યો છે.

આશિષ નેહરા અમદાવાદમાં મુખ્ય કોચ તરીકે જોડાઈ શકે

એવા પણ અહેવાલ છે કે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદમાં મુખ્ય કોચ તરીકે જોડાઈ શકે છે. જોકે અત્યાર સુધી નેહરાએ મુખ્ય કોચ તરીકે કામ કર્યું નથી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં બોલિંગ કોચ હતો. પરંતુ અમદાવાદ તેમને મુખ્ય કોચની જવાબદારી પણ સોંપી શકે છે. તેમના સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકીને ક્રિકેટ ડિરેક્ટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ફ્રેન્ચાઇઝીની નજર ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (All-rounder Hardik Pandya) અને શ્રેયસ અય્યર પર છે. આ સાથે ટીમ અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પણ પોતાની સાથે ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામને આ વર્ષે તેમની ફ્રેન્ચાઈઝીઓએ જાળવી રાખ્યા નથી.

આ પણ વાંચો; IND vs SA: કેપટાઉન ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ કરી ભરપૂર તૈયારી, પ્રેકટીસ સેશનમાં એક જ ભૂલને ફરી કરતા આશ્વર્ય, જુઓ Video

આ પણ વાંચો; IND vs SA: વિરાટ કોહલી સ્પેશિયલ રેકોર્ડ રચવાની નજીક, કેપટાઉનમાં 7 ખેલાડીઓ પાસે ખાસ મુકામ હાંસલ કરવાનો મોકો

g clip-path="url(#clip0_868_265)">