કોચે કહ્યું ફિલ્ડિંગ લો, કેપ્ટને બેટિંગ પસંદ કરી અને ટીમ હારી, હવે દિનેશ કાર્તિકે બતાવ્યો ક્લાસ

રણજી ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં મુંબઈએ તમિલનાડુને એક દાવ અને 70 રને હરાવ્યું હતું. આ હાર સાથે તમિલનાડુની ટીમનું રણજી ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. જો કે આ હાર બાદ તમિલનાડુની ટીમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોચે કેપ્ટન આર સાઈ કિશોર પર મોટો આરોપ લગાવ્યો છે, જેના પછી દિનેશ કાર્તિક નારાજ થઈ ગયો.

કોચે કહ્યું ફિલ્ડિંગ લો, કેપ્ટને બેટિંગ પસંદ કરી અને ટીમ હારી, હવે દિનેશ કાર્તિકે બતાવ્યો ક્લાસ
dinesh karthik
Follow Us:
| Updated on: Mar 05, 2024 | 2:05 PM

મુંબઈના BKC મેદાનમાં યજમાન ટીમ મુંબઈએ રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં તમિલનાડુને હરાવી હતી. તમિલનાડુએ મુંબઈને એક દાવ અને 70 રનથી હરાવ્યું. આ હાર બાદ તમિલનાડુનું ફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું, સાથે જ કોચ અને કેપ્ટન વચ્ચેનો તકરાર પણ સામે આવ્યો. તમિલનાડુના કોચ સુલક્ષણ કુલકર્ણીએ કેપ્ટન આર સાંઈ કિશોર પર મોટો આરોપ લગાવ્યો છે. સુલક્ષણ કુલકર્ણીનું કહેવું છે કે આર સાઈ કિશોરની જીદના કારણે તમિલનાડુની ટીમ મેચ હારી ગઈ હતી.

કોચે કેપ્ટન પર લગાવ્યા મોટા આરોપ

સુલક્ષણ કુલકર્ણીએ કહ્યું કે મુંબઈ સામે ટોસ જીત્યા બાદ આખી ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ કેપ્ટન સાઈ કિશોરે સિક્કો ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે તમિલનાડુની ટીમ માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ. જવાબમાં મુંબઈની ટીમે 378 રન બનાવીને મોટી લીડ મેળવી લીધી હતી. આ પછી તમિલનાડુની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 162 રન બનાવી શકી અને રણજી ટ્રોફીમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

કેપ્ટન વિરુદ્ધ આપ્યું નિવેદન

આ હાર બાદ તમિલનાડુના કોચ એટલા નિરાશ થઈ ગયા કે તેમણે કેપ્ટન સાઈ કિશોર વિરુદ્ધ નિવેદનો આપ્યા. કુલકર્ણીએ કહ્યું, ‘હું હંમેશા સીધી વાત કરું છું. અમે પહેલા દિવસે જ સવારે 9 વાગ્યે મેચ હારી ગયા હતા. જ્યારે મેં પિચ જોઈ ત્યારે મને ખબર પડી કે અમારે અહીં શું કરવાનું છે. બધું સેટ થઈ ગયું હતું. અમે ટોસ જીત્યો અને મુંબઈકર હોવાને કારણે હું પરિસ્થિતિથી વાકેફ હતો. અમારે બોલિંગ લેવી જોઈતી હતી, પરંતુ કેપ્ટનનો ઈરાદો અલગ હતો. અંતે કેપ્ટન બોસ છે, હું ફક્ત ઈનપુટ આપી શકું છું.

દિનેશ કાર્તિક ગુસ્સે થયો

તમિલનાડુના કોચના આ નિવેદન બાદ દિનેશ કાર્તિક ગુસ્સે થઈ ગયો છે. આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તમિલનાડુના કોચની આ પ્રતિક્રિયા યોગ્ય નથી. તેઓ પોતાના કેપ્ટન સાથે ઉભા રહેવાને બદલે હાર માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સાઈ કિશોરની કેપ્ટન્સીમાં તમિલનાડુની ટીમ 7 વર્ષ બાદ રણજી ટ્રોફી સેમીફાઈનલમાં પહોંચી હતી.

આ પણ વાંચો : કેમેરામેને રોહિત શર્માની માફી માંગી, પછી ભારતીય કેપ્ટને જે કર્યું તેણે ફેન્સનું દિલ જીતી લીધું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">