AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમેરામેને રોહિત શર્માની માફી માંગી, પછી ભારતીય કેપ્ટને જે કર્યું તેણે ફેન્સનું દિલ જીતી લીધું

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં જામનગર ગયો હતો, જ્યાં તેણે અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. રોહિત તેના પરિવાર સાથે તે કાર્યક્રમમાં પહોંચ્યો હતો. હવે રોહિત શર્મા ધર્મશાલા પહોંચી ગયો છે, જ્યાં 7 માર્ચથી ઈંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમાવાની છે. તે પહેલા રોહિત એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તેણે કેમેરામેન સાથે વાતચીત કરી હતી જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

કેમેરામેને રોહિત શર્માની માફી માંગી, પછી ભારતીય કેપ્ટને જે કર્યું તેણે ફેન્સનું દિલ જીતી લીધું
Rohit Sharma
| Updated on: Mar 05, 2024 | 1:43 PM
Share

રોહિત શર્માનું આગામી મિશન ધર્મશાલા ટેસ્ટ જીતવાનું છે. આ મેચ 7 માર્ચથી શરૂ થવાની છે અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની આ છેલ્લી મેચ હશે. ટીમ ઈન્ડિયા આ મેચ પણ જીતવા ઈચ્છે છે જેથી કરીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહે. જો કે, આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસેથી માફી માંગવામાં આવી છે.

કેમેરામેનોએ રોહિતને Sorry કહ્યું

રોહિત શર્મા એરપોર્ટ પર હતો અને તે તેના સામાન સાથે ચેક ઈન કરી રહ્યો હતો. ત્યારબાદ કેટલાક કેમેરામેનોએ તેમના ફોટા લેવાનું શરૂ કર્યું. આ પછી કોઈએ કંઈક એવું કહ્યું કે રોહિતના હાવભાવ બદલાઈ ગયા. એવું લાગતું હતું કે તેને આ ગમતું નથી. આ પછી એક કેમેરામેને રોહિતની માફી માંગી અને પછી ભારતીય કેપ્ટને જે કર્યું તેણે ફેન્સનું દિલ જીતી લીધું.

રોહિતે કેમેરામેન સાથે ફોટો પડાવ્યો

રોહિતની માફી માગ્યા બાદ કેમેરામેને તસવીર માટે વિનંતી કરી. રોહિતે તેને નિરાશ ન કર્યો અને તેની સાથે તસવીર ક્લિક કરાવી. આ પછી એરપોર્ટ પર હાજર દરેક લોકો ખુશ થઈ ગયા. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ જામનગરમાં અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. તે તેની પત્ની રિતિકા સાથે જામનગર પહોંચ્યો હતો.

ધર્મશાલામાં પહેલી મેચ રમશે રોહિત

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા માટે ધર્મશાલા ટેસ્ટ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, રોહિત શર્મા આ મેદાન પર પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. અત્યાર સુધી ધર્મશાલામાં માત્ર એક ટેસ્ટ મેચ રમાઈ છે અને તે મેચમાં રોહિતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. હવે રોહિત કેપ્ટન છે અને તે આ મેદાન પર પહેલીવાર રમતો જોવા મળશે. ટેસ્ટ શ્રેણીમાં રોહિતનું પ્રદર્શન સારું રહ્યું છે. રોહિત શર્માએ રાજકોટ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત ધર્મશાલામાં શાનદાર પ્રદર્શન કરશે અને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જશે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાએ જલેબી અને ઢોકળા પર કર્યો ગુસ્સો કહ્યું આ શું છે, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

T20 વર્લ્ડ કપ ફાયનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાયનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
g clip-path="url(#clip0_868_265)">