T20 World Cup 2024 : LIVE મેચમાં વિરાટ કોહલી ટેબલ નીચે ઘુસી ગયો, વીડિયો વાયરલ થયો

|

Jun 23, 2024 | 10:24 AM

ક્રિેકટના મેદાનમાં કેટલીક એવી ઘટના જઈ હશે જેને જોયા પછી તમે પણ હસવાનો રોકી શકતા નથી. ટી20 વર્લ્ડકપની ભારતની બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં પણ કાંઈ આવું જ જોવા મળ્યું હતુ. હવે સવાલ એ છે કે, વિરાટ કોહલીને એવું શું થયું કે, તે ટેબલ નીચે ધુસી ગયો હતો.

T20 World Cup 2024 :  LIVE મેચમાં વિરાટ કોહલી ટેબલ નીચે ઘુસી ગયો, વીડિયો વાયરલ થયો

Follow us on

ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2024ની સુપર-8માં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની બીજી મેચ પણ જીતી લીધી છે. ભારતીય ટીમે આ મેચ 50 રનથી જીતી હતી. આ મેચ સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિરાટ કોહલી ટેબલની અંદર ધુસતો જોવા મળ્યો હતો. હવે સવાલ એ છે કે, લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલીએ એવું શું કર્યું કે, જેને જોયા બાદ ક્રિકેટ ચાહકોને પણ તેના દિવસો યાદ આવી ગયા છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ટેબલ અંદર ધુસતો વિરાટ કોહલીનો વીડિયો સામે આવ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, લાઈવ મેચ દરમિયાન એવું શું થયુ કે, વિરાટ કોહલી ટેબલની અંદર ધુસતા જોવા મળ્યા હતા.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

 

 

વિરાટ કોહલી ટેબલની અંદર

લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલી ટેબલની અંદર ધુસવાની આ ઘટના બાંગ્લાદેશ વિરુદ્ધ 17મી ઓવરમાં બની હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ આ ઓવર નાંખી રહ્યો હતો. અર્શદીપ સિંહ આ ઓવરના પહેલા બોલ પર સ્ટ્રાઈક પર હતો અને બાંગ્લાદેશના બેટ્સમેન રિશાદ હુસૈને એક સિકસ મારી હતી. જે બોલ મેદાન બહાર રાખેલા ટેબલની નીચે ચાલ્યો ગયો હતો. આ બોલ બહાર નીકાળવા માટે વિરાટ કોહલી ટેબલની અંદર ધુસતા જોવા મળ્યો હતો. ટેબલ અંદર જતો આ વીડિયો આઈસીસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ વિરાટે 37 રન બનાવ્યા

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં વિરાટ કોહલીએ 28 બોલનો સામનો કરતા 37 રન બનાવ્યા હતા. જેમાં 3 સિક્સ અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ટી20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીનો અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર રહ્યો છે. ભારતે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટ પર 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 146 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો : IND vs BAN: હાર્દિક-કુલદીપે ભારતને જીત તરફ દોરી, સેમીફાઈનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article