T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયો આ ‘ખેલાડી’! આફ્રિકાએ ટીમનું કર્યું ‘એલાન’ પણ DCના આ કરોડપતિ બેટ્સમેનનું પત્તું કપાયું
દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2026 ના T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની પ્રોટીઝ ટીમમાંથી એક તોફાની બેટ્સમેનને બહાર કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના આ નિર્ણયથી ફેન્સ પણ આશ્ચર્યચકિત થયા છે.

દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2026 ના T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા દ્વારા ટ્રિસ્ટન સ્ટબ્સને બહાર કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ માટે એડમ માર્કરામને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ડેવાલ્ડ બ્રેવિસને પણ ટીમમાં જોડવામાં આવ્યો છે. વધુમાં અનુભવી અને ક્લાસી ક્વિન્ટન ડી કોકને વિકેટકીપર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કાગીસો રબાડા ફિટ થયા પછી ટીમમાં પાછો ફર્યો છે.
JUST IN: South Africa name their squad for next month’s #T20WorldCup pic.twitter.com/Q2hfGc4The
— ESPNcricinfo (@ESPNcricinfo) January 2, 2026
ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કાગિસો રબાડાની સાથે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એનરિચ નોરખિયા, માર્કો જેન્સન, કોર્બિન બોશ, લુંગી એનગિડી અને ક્વેના મ્ફાકા જેવા ધુરંધરો હશે.
ટીમમાં ડેવાલ્ડ બ્રુઇસ, ટોની ડી જોર્ઝી, જેસન સ્મિથ અને ઓલરાઉન્ડર જ્યોર્જ લિન્ડે તેમજ ડોનોવન ફેરેરાનો પણ સમાવેશ થાય છે. ડેવિડ મિલર પણ ટીમમાં જોવા મળશે.
IPL 2026 માં દિલ્હી ટીમ તરફથી રમશે
વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ટ્રિસ્ટન સ્ટબ્સને પસંદગીકારો દ્વારા અવગણવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ટ્રિસ્ટન સ્ટબ્સને IPL 2026 સીઝન માટે દિલ્હી કેપિટલ્સ દ્વારા ₹10 કરોડ (આશરે USD 1.2 મિલિયન)માં રિટેન કરવામાં આવ્યો હતો.
