T20 World Cup: ‘ગબ્બર’ નુ બેટ ખૂબ ધમાલ મચાવતુ રહ્યુ છે, છતાં IPL માં પરંતુ T20 વિશ્વકપ ટીમ માટે BCCI ને કેમ નથી ભરોસો

|

Sep 23, 2021 | 8:12 PM

ગબ્બર તરીકે જાણીતા શિખર ધવન (Shikhar Dhawan) નુ બેટ વધુ એક સિઝનમાં દમદાર રહ્યુ છે. ઓરેન્જ કેપ (Orange Cap) ની રેસમાં ધવન સતત ટોપ પર રહ્યો છે.

T20 World Cup: ગબ્બર નુ બેટ ખૂબ ધમાલ મચાવતુ રહ્યુ છે, છતાં IPL માં પરંતુ T20 વિશ્વકપ ટીમ માટે BCCI ને કેમ નથી ભરોસો
Shikhar Dhawan

Follow us on

T20 વિશ્વકપ (T20 World Cup) માટેની ભારતીય ટીમ જાહેર કરી દેવાઇ છે. ટીમના પસંદ કરવામાં આવેલા ભારતીય ખેલાડીઓ હાલમાં UAE માં છે. જ્યાં તેઓ હાલ આઇપીએલનો હિસ્સો છે. IPL 2021 બાદ યુએઇમાં UAE વિશ્વકપ રમાનારો છે. આમ આ પહેલા તે IPL લીગમાં ખેલાડીઓ પોતાની પસંદગીની યોગ્યતા સાબિત કરશે અને અંતિમ ઇલવેનમાં સ્થાન મેળવવા BCCIની નજરમાં રહેવા પ્રયાસ કરશે. જોકે શિખર ધવન (Shikhar Dhawan) ને વિશ્વકપ ટીમમાં સમાવેશ નહી કરવાને લઇને IPL દરમ્યાન ચર્ચા હજુ પણ શાંત પડી નથી.

શિખર ધવન IPL 2021 માં સૌથી વધુ રન બનાવવાના મામલામાં આગળ રહ્યો છે. તે ઓરેન્જ કેપમાં પણ આગળ છે. આમ ટી20 ફોર્મેટમાં આઇપીએલ લીગમાં સફળ ઓપનર તરીકે સાબિત થયો છે. આ દરમ્યાન BCCI ના પસંદગીકારોને તેની પર કોઇ ભરોસો રહ્યો નથી. તેને ટી20 વિશ્વકપ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

દિલ્હી કેપિટલ્સના ઓપનર તરીકે શિખર ધવન સફળ રહ્યો છે. તેણે બીજા તબક્કાની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેણે બુધવારે 42 રનની ઇનીંગ રમી હતી. તેની આ મજબૂત શરુ કરાવતી રમતને લઇને દિલ્હીની ટીમનો જીતનો પાયો નંખાયો હતો. હૈદરાબાદ સામે દિલ્હીએ 8 વિકેટે જીત મેળવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શિખર ધવન ગત જૂલાઇ માસ દરમ્યાન શ્રીલંકા પ્રવાસે ગયો હતો. જેમાં તે વ્હાઇટ બોલ સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન પદને સંભાળ્યુ હતુ. ધવન આમતો ટી20 વિશ્વકપ માટે મજબૂત દાવેદાર ગણાતો હતો. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન જ તેને લઇને તેની ચર્ચાઓ સ્વાભાવિક બની હતી. આ દરમ્યાન આઇપીએલ 2021 માં પણ તે રન બનાવવામાં સૌથી આગળ હોવાને લઇને ફરી ચર્ચાઓ જાગી છે.

ICC ઇવેન્ટમાં પ્રદર્શન

છેલ્લે 2016માં ટી20 વિશ્વકપમાં રમનાર શિખર ધવનને પાંચ વર્ષે ફરીથી વિશ્વપ ટીમમાં સામેલ થવાની આશા હતી. ધવન આઇસીસી ટ્રોફીમાં તેનુ શાનદાર પ્રદર્શન બતાવી ચૂક્યો છે. 2015ના વિશ્વકપ દરમ્યાન ધવન 412 રન કરીને ટોપ પર રહ્યો હતો. વર્ષ 2019 ના વિશ્વકપ દરમ્યાન ધવને ઓસ્ટ્રેલિયા સામે 117 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વર્ષ 2013માં 363 રન બનાવ્યા હતા. તો વળી 2017માં 338 રન બનાવ્યા હતા.

ગબ્બરનુ IPL પ્રદર્શન

ધવને 2016 માં IPL માં કુલ 17 મેચ રમી હતી અને 38.53 ની સરેરાશથી 501 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ધવન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમ્યો હતો અને ચાર અડધી સદી ફટકારી હતી. સનરાઈઝર્સે 2016 માં જ આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. 2017 માં ધવને 14 મેચ રમી અને 36.84 ની સરેરાશથી 479 રન બનાવ્યા હતા. વર્ષ 2018માં ધવનના બેટે 16 મેચમાં 497 રન બનાવ્યા હતા, તે પણ ચાર અડધી સદીની મદદથી.

વર્ષ 2019 ની આઇપીએલ સિઝનમાં ધવને 16 મેચમાં 521 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી પાંચ અર્ધસદી નિકળી હતી. વર્ષ 2020ની સિઝનમાં 17 મેચ રમીને 44.14 ની સરેરાશથી 618 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ધવને બે સદી ફટકારી હતી. આ સિવાય તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી. વર્તમાન સિઝનમાં ધવને 422 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. તે ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર છે. હજુ 6 મેચ તેની ટીમે રમવાની બાકી છે.

 

 

આ પણ વાંચોઃ Ahmedabad : SBIની રીજનલ ઓફિસ દ્વારા પેરાઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર 3 મહિલાઓ ખેલાડીઓનું સન્માન કરાયું

આ પણ વાંચોઃ Boxing: માતાનુ સપનુ હતુ કે પુત્ર એક દિવસ ગોલ્ડ મેડલ જીતી લાવે, દિકરો મેડલ જીત ઘરે પહોંચ્યો તો ખુશીઓ માતમમાં બદલાઇ ગઇ

Next Article