Ahmedabad : SBIની રીજનલ ઓફિસ દ્વારા પેરાઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર 3 મહિલાઓ ખેલાડીઓનું સન્માન કરાયું

એસબીઆઇએ ભાવિના પટેલને એસબીઆઇના વેલ્થ મેમ્બર હોવાથી ઘરના દરવાજા સુધી મફત બેન્કિંગ સેવા આપવાની ઓફર કરી છે. ભાવિના પટેલે જણાવ્યું હતું કે પેરાએથ્લેટને પહેલા આટલું સન્માન અને કેશ પ્રાઈઝ નહોતા મળતાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 5:36 PM

Ahmedabad : એસબીઆઈ(SBI)ની રીજનલ ઓફિસ દ્વારા પેરાઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર ત્રણ મહિલાઓ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે. મહિલા ખેલાડીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એસબીઆઇના રીજનલ ચીફ જનરલ મેનેજર દ્વારા પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર ભાવિના પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પેરાઓલિમ્પિકમાં ભાગ લેનાર સોનલ પટેલ અને પારુલ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા ખેલાડીઓ પોતાની સંઘર્ષની ગાથા અને જીતની ખુશી વ્યક્ત કરી.

તથા ત્રણેય ખેલાડીઓ એસબીઆઇના ખાતા ધારક છે. ત્યારે એસબીઆઈ દ્વારા આપવામાં આવતી સેવાઓનો સંતોષ વ્યક્ત કર્યો છે. એસબીઆઇએ ભાવિના પટેલને એસબીઆઇના વેલ્થ મેમ્બર હોવાથી ઘરના દરવાજા સુધી મફત બેન્કિંગ સેવા આપવાની ઓફર કરી છે. ભાવિના પટેલે જણાવ્યું હતું કે પેરાએથ્લેટને પહેલા આટલું સન્માન અને કેશ પ્રાઈઝ નહોતા મળતાં. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરા એથ્લેટ ખેલાડીઓ માટેનો સિનારિયો ચેન્જ કરી દીધો છે. જેના કારણે પેરા એથ્લેટ ખેલાડીઓ તરફ લોકોનું ધ્યાન ગયું છે.

ભાવિના પટેલ ગુજરાતનું ગૌરવ વધાર્યું

નોંધનીય છેકે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ (Praralympics 2021) માં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો હતો. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ ભાવિના પટેલે અપાવ્યો હતો. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ (table tennis) માં ભાવિના પટેલે સિલ્વર મેડલ (silver medal) જીત્યો હતો. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો. મહેસાણાની ભાવિના પટેલની આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક મહાનુભાવોએ પણ બિરદાવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">