IND vs ENG: T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત, સેમીફાઈનલમાં પણ રહ્યો નિષ્ફળ

|

Jun 27, 2024 | 11:35 PM

T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામે તે 9 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. તેને ડાબા હાથના ફાસ્ટ બોલર રીસ ટોપલીએ બોલ્ડ કર્યો હતો. આઉટ થયા બાદ વિરાટ કોહલી ઘણો નિરાશ જોવા મળ્યો હતો.

IND vs ENG: T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત, સેમીફાઈનલમાં પણ રહ્યો નિષ્ફળ
Virat Kohli

Follow us on

T20 વર્લ્ડ કપ 2024 વિરાટ કોહલી માટે દુઃસ્વપ્નથી ઓછું નથી. વિરાટ કોહલી પહેલા લીગ સ્ટેજમાં નિષ્ફળ ગયો હતો, ત્યારબાદ સુપર 8માં તેનું બેટ કામ નહોતું કર્યું અને હવે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તે સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ગયાનાની પીચ પર વિરાટ કોહલીએ માત્ર 9 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 100 હતો. વિરાટ કોહલી ત્રીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો અને રીસ ટોપલીના હાથે બોલ્ડ થયો હતો. સેમીફાઈનલમાં ફ્લોપ થયા બાદ વિરાટ કોહલી પોતાની જાત પર ખૂબ ગુસ્સે જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીની ભૂલ

વિરાટ કોહલી પોતાની જાતને કોસતો જોવા મળ્યો હતો કારણ કે તેણે ખૂબ જ ખરાબ શોટ રમ્યો હતો. વિરાટે રીસ ટોપલીના બોલ પર સિક્સર ફટકારી હતી પરંતુ પછી મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે ફરીથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ ક્રોસ બેટ શોટ રમ્યો જે તેના માટે ખૂબ જ ખરાબ શોટ છે.

આજનું રાશિફળ તારીખ : 02-07-2024
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, સામે આવ્યું કારણ

વિરાટ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો

T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. વિરાટ 7 માંથી 5 ઈનિંગ્સમાં ડબલ ફિગર પાર કરી શક્યો નથી. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024માં 7 મેચમાં માત્ર 75 રન બનાવ્યા છે. તેના બેટમાંથી એકપણ અડધી સદી આવી નથી. તે બે વખત શૂન્ય પર આઉટ પણ થયો છે.

 

5 ઈનિંગ્સમાં ડબલ ફિગર પાર કરી શક્યો નથી

T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું બેટ હંમેશા રમતું હતું. તે 2012 થી 2022 દરમિયાન માત્ર બે વખત સિંગલ ફિગર પર આઉટ થયો હતો. પરંતુ આ T20 વર્લ્ડ કપમાં તે 5 વખત ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહીં. તે સ્પષ્ટ છે કે વિરાટને ઓપનિંગ રાસ નથી આવી. આ સિવાય તેણે તેની રમવાની રીત બદલી છે જે તેને નુકસાન પહોંચાડી રહી છે.

આ પણ વાંચો: IND vs ENG: સેમીફાઈનલમાં ટોસ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્માના મોં પર હતી સ્માઈલ, ફેન્સ ચોંકી ગયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article