T20 World Cup: ભારત અને પાકિસ્તાનના બોલરોનુ રિપોર્ટ કાર્ડ, વોર્મ-અપ મેચ બાદ જાણો કોનામાં છે કેટલો દમ

|

Oct 19, 2021 | 9:13 AM

બંને ટીમોએ પોતાની પ્રથમ વોર્મ રમી છે. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા (Team India) એ પ્રથમ વોર્મ-અપમાં ઇંગ્લેન્ડનો સામનો કર્યો હતો.

T20 World Cup: ભારત અને પાકિસ્તાનના બોલરોનુ રિપોર્ટ કાર્ડ, વોર્મ-અપ મેચ બાદ જાણો કોનામાં છે કેટલો દમ
India and Pakistan bowlers

Follow us on

ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) પોતાની પ્રથમ મેચ એકબીજા સામે રમવા જઈ રહ્યા છે. તે મહામુકાબલો 24 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે. અત્યારે, આ બંને ટીમો વોર્મ-અપ મેચો(Wram Up Match) દ્વારા પોતપોતાની તાકાત ચકાસવા માટે લડી રહી છે. બંને ટીમોએ પોતાની પ્રથમ વોર્મઅપ મેચ રમી છે. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા (Team India) એ પ્રથમ વોર્મ-અપમાં ઇંગ્લેન્ડનો સામનો કર્યો હતો. પ્રથમ વોર્મ-અપમાં, ભારત અને પાકિસ્તાન બંનેએ સમાન બોલિંગ સંયોજન ઉતાર્યું હતું, જે 24 ઓક્ટોબરે કમોબેશ રમતા જોવા મળશે.

જ્યારે પાકિસ્તાને પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં 6 બોલરોને અજમાવ્યા, ભારતે 5 બોલરોનું પરીક્ષણ કર્યું. ભારતના 5 બોલરોમાંથી 2 સ્પિનર ​​હતા. આ દરમિયાન, પાકિસ્તાને 3 સ્પિનર ​​અને 3 ઝડપી બોલરોને અજમાવ્યા. પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝની 7 વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતે ઇંગ્લેન્ડની 5 વિકેટ ઉથલાવી દીધી. હવે એક પછી એક બંને ટીમોની બોલિંગ જોઈએ.

પાકિસ્તાનની બોલિંગે અસર છોડી

સૌથી પહેલા પાકિસ્તાનની બોલિંગની વાત કરીએ. ઇમાદ વાસીમ અને શાદાબ ખાન પાકિસ્તાન માટે સૌથી ઇકોનોમી બોલર હતા. ઇમાદ એ 2 ની ઇકોનોમી સાથે 3 ઓવરમાં માત્ર 6 રન આપીને 1 વિકેટ લીધી હતી. બીજી બાજુ, શાદાબ ખાને 3.50 ની ઇકોનોમી પર 2 ઓવરમાં 7 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં. આ સિવાય પાકિસ્તાનના ત્રીજા સ્પિનર ​​મોહમ્મદ હાફીઝ પણ 4.55 ની ઇકોનોમીમાં રન આપીને ત્રીજા સૌથી વધુ કરકસર ભર્યો બોલર હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનના ઝડપી બોલરમાં સૌથી મોંઘો હતો. જેણે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. હસન અલીએ 4 ઓવરમાં 21 રન આપીને 2, જ્યારે હેરિસ રઉફે 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. એકંદરે, પાકિસ્તાનનું બોલિંગ પ્રદર્શન અસરકારક રહ્યુ હતું. તેમાંથી તે બોલર હશે, જે 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત સામેની મેચ રમતા જોઈ શકાય છે.

ભારતીય બોલરોનો અનુભવ હાઈ પ્રેશર મેચમાં ઉપયોગી

હવે ભારતીય બોલરોની વાત કરો, જેમણે તેમની પ્રથમ વોર્મ-અપ મેચમાં કોઈ ખાસ અસર છોડી નથી. પાકિસ્તાનના બોલર જયાં વેસ્ટ ઈન્ડિઝને 130 રન સુધી રોકવામાં સફળ રહ્યા. દરમિયાન, ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને 188 રન આપ્યા હતા. ભારત માટે ભુવનેશ્વર સૌથી નિષ્ફળ બોલર રહ્યો, તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા.

આ સિવાય શામીએ 4 ઓવરમાં 40 રન આપ્યા, પરંતુ 3 વિકેટ પણ મેળવી હતો. જસપ્રિત બુમરાહ સૌથી વધુ ઇકોનોમી ઝડપી બોલર હતો, તેણે 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા. જ્યારે એકંદરે કસરકસર ભર્યો ઓફ સ્પિનર ​​અશ્વિન હતો, જેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી ન હતી. દરમિયાન, ચહલની જગ્યાએ ટીમમાં જોડાયેલા રાહુલ ચાહરે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા.

તે સ્પષ્ટ છે કે પ્રથમ વોર્મ-અપમાં ભારતની બોલિંગ પાકિસ્તાન જેટલી અસરકારક દેખાતી નહોતી.પરંતુ, ભારતીય બોલરો પાસે વધુ અનુભવ છે, જે હાઈ પ્રેશર મેચ જીતવાનું સૌથી મોટું હથિયાર છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે તમે જોઇને દંગ રહી જશો, અસંભવ ને સંભવ બનાવી ઝડપ્યો કેચ, જુઓ Video

આ પણ વાંચોઃ Ravi Shastri જૂનો Profession પસંદ કરશે ? બેટિંગ કોચની નજર Promotion પર ! ટીમ ઇન્ડિયા સાથે કરાર સમાપ્ત થયા બાદ જાણો દરેકનો ફ્યુચર પ્લાન

 

Next Article