AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shastri જૂનો Profession પસંદ કરશે ? બેટિંગ કોચની નજર Promotion પર ! ટીમ ઇન્ડિયા સાથે કરાર સમાપ્ત થયા બાદ જાણો દરેકનો ફ્યુચર પ્લાન

ટી 20 વર્લ્ડ કપ બાદ જ્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના મુખ્ય કોચની ખુરશી છોડશે ત્યારે તેના ભવિષ્યનું શું થશે, હવે તેના પરથી પડદો હટાવવામાં આવી રહ્યો છે.

Ravi Shastri જૂનો Profession પસંદ કરશે ? બેટિંગ કોચની નજર Promotion પર ! ટીમ ઇન્ડિયા સાથે કરાર સમાપ્ત થયા બાદ જાણો દરેકનો ફ્યુચર પ્લાન
રવિ શાસ્ત્રી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 3:04 PM
Share

Ravi Shastri : ટીમ ઈન્ડિયા સાથે કરાર સમાપ્ત થયા બાદ રવિ શાસ્ત્રી શું કરશે તે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. ટી 20 વર્લ્ડ કપ પછી, જ્યારે તે ભારતીય ટીમના મુખ્ય કોચની ખુરશી છોડશે, ત્યારે તેના ભવિષ્યનું શું થશે, હવે તેના પરથી પડદો હટાવવામાં આવ્યો હોય તેવું લાગે છે.

રવિ શાસ્ત્રીની સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ (Batting coach Vikram Rathore)નો પ્લાન પણ સ્પષ્ટ જણાઈ રહ્યો છે. રાઠોડ તેમના પ્રમોશન પર નજર રાખી રહ્યા છે. તે રવિ શાસ્ત્રીની ખુરશી પડાવી લેવાના મૂડમાં જોવા મળે છે. અહેવાલ છે કે, તે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજી કરી શકે છે.

ટીમ ઇન્ડિયાના (Team India) મુખ્ય કોચ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્ય કોચ ઉપરાંત ટીમના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. મુખ્ય કોચ માટે અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધી છે. બેટિંગ કોચ માટે અરજીઓ 3 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે, જ્યારે બોલિંગ કોચ માટેની છેલ્લી સમય મર્યાદા પણ 3 નવેમ્બર છે.

વિક્રમ રાઠોડની નજર હવે પ્રમોશન પર છે

રવિ શાસ્ત્રી મે 2022માં 60 વર્ષના થશે. વર્તમાન બોલિંગ કોચ ભરત અરુણ ડિસેમ્બરમાં 59 વર્ષના થશે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડ 52 વર્ષના થશે જ્યારે ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર 51 વર્ષના છે. જો જોવામાં આવે તો તે બધા ફરી અરજી કરવા પાત્ર છે. પરંતુ, વિક્રમ રાઠોડને બાદ કરતા, તેમાંથી કોઈએ પણ કોઈ પણ કોચિંગ પદ માટે અરજી કરવામાં રસ દાખવ્યો નહીં.

વિક્રમ રાઠોડે ઓગસ્ટ 2019 માં ટીમ ઈન્ડિયા (Team India)ના બેટિંગ કોચિંગની કમાન સંભાળી હતી. તેમના કોચિંગ (Coaching)હેઠળ ટીમ ઇન્ડિયાના નીચલા ક્રમની બેટિંગમાં પણ સુધારો થયો હતો. ટીમ સાથે 2 વર્ષ વિતાવ્યા બાદ, તે ખેલાડીઓને વ્યક્તિગત રીતે પણ ઘણું જાણતા અને સમજતા આવ્યા છે. આ સ્થિતિમાં એવા સમાચાર છે કે તે ફરી ટીમના બેટિંગ કોચ માટે અરજી કરશે. પરંતુ તે મુખ્ય કોચ માટે પણ અરજી કરી શકે છે.

શાસ્ત્રી કોમેન્ટ્રી અથવા IPLમાં પ્રવેશી શકે છે

બીજી બાજુ, રવિ શાસ્ત્રી (ravi shastri) વિશે સમાચાર છે કે ટીમ ઈન્ડિયા (Team India)ના મુખ્ય કોચની ખુરશી છોડ્યા પછી, તે કોઈ પણ આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં જોડાશે અથવા કોમેન્ટ્રી ક્ષેત્રે પોતાના જૂના વ્યવસાયમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો : Hardik Pandya : પોલાર્ડને દાદાજી બોલાવે છે હાર્દિક પંડ્યા, કહ્યું પોલાર્ડ દિલથી ગુજરાતી છે

g clip-path="url(#clip0_868_265)">