T20 World Cup: ટીમ ઇન્ડીયા સાથે જોડવામાં આવ્યો ઝડપી બોલર ઉમરાન મલિક, IPL 2021 માં સૌથી ઝડપી બોલનો નોંધાવ્યો છે રેકોર્ડ

ઉમરાન મલિકે (Umran Malik) એ જ સિઝનમાં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો અને RCB સામેની તેની બીજી મેચથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, ટુર્નામેન્ટના સૌથી ઝડપી બોલનો રેકોર્ડ બનાવ્યો હતો.

T20 World Cup: ટીમ ઇન્ડીયા સાથે જોડવામાં આવ્યો ઝડપી બોલર ઉમરાન મલિક, IPL 2021 માં સૌથી ઝડપી બોલનો નોંધાવ્યો છે રેકોર્ડ
Umran Malik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 9:38 AM

ભારતીય ક્રિકેટને IPL ની દરેક સીઝનથી ઘણા નવા અને યુવા સ્ટાર્સ મળી રહ્યા છે, જેમને ટીમ ઇન્ડીયા (Team India) માં પણ સ્થાન મળતું રહ્યું છે. આ સિઝનમાં પણ કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ ઉભરી આવ્યા છે. તેમાંથી એક ઉમરાન મલિક (Umran Malik) છે, જેણે IPL 2021 સીઝનમાં માત્ર 3 મેચ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી ડેબ્યુ કરનાર 21 વર્ષીય ફાસ્ટ બોલરે પોતાની આશ્ચર્યજનક ઝડપથી બધાને આશ્ચર્યચકિત કર્યા અને દરેકનું ધ્યાન ખેંચ્યું હતુ.

ઉમરાનને ભલે આ સિઝનમાં વધારે તકો ન મળી હોય, પરંતુ તેણે જે તકો મળી છે તેમાં તેણે ઘણું કામ કર્યું છે, કે હવે તેને ટીમ ઇન્ડીયામાં સામેલ કરવામાં આવી રહ્યો છે. આ મહિને યુએઈમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ભારતીય ટીમ સાથે નેટ બોલર તરીકે ઉમરાનને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મીડિયા અહેવાલ મુજબ, ભારતીય ટીમના પસંદગીકારોએ નક્કી કર્યું છે કે, ટીમના બેટ્સમેનોની તૈયારી માટે મુખ્ય બોલરોની સાથે નેટ બોલરોને પણ રાખવામાં આવશે. ઉમરાન મલિકને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના એક સૂત્રે આ વિશે કહ્યું, “હા, તે નેટ બોલર તરીકે ટીમ સાથે રહેશે. તેણે આઈપીએલમાં ઘણો પ્રભાવિત કર્યો અને અમને લાગ્યું કે બેટ્સમેનો માટે નેટ્સમાં તેનો સામનો કરવો સારું રહેશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેનોને બોલિંગ કરવાથી તેને સારું પ્રદર્શન પણ મળશે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

3 ઓક્ટોબરે ડેબ્યૂ, 6 ઓક્ટોબરે રેકોર્ડ

ઉમરાને 3 ઓક્ટોબરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેની પ્રથમ મેચમાં બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ઉમરાને તેની શરૂઆતની ઓવરોમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી અને એમ કરવાનુ ચાલુ રાખ્યું હતુ. માત્ર ઝડપ જ નહીં, પણ તેની લાઇન અને લેન્થ થી પણ તેણે પ્રભાવિત કર્યા હતા. આ પ્રદર્શન સાથે, તે દરેકની નજરમાં આવ્યો અને પછી 6 ઓક્ટોબરે, ઉમરાને એક ચમત્કાર કર્યો હતો.

આરસીબી સામેની મેચમાં, ઉમરાને પોતાની બીજી ઓવરમાં 150 થી ઉપરની ઝડપે સતત ત્રણ ડિલિવરીમાં દેવદત્ત પડિકલને બોલ્ડ કર્યો હતો. ત્રીજો બોલ 153 કિમી પ્રતિ કલાકની ઝડપે કર્યો હતો, જે સિઝનની સૌથી ઝડપી ડિલિવરીનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

આ મેચ બાદ બેંગ્લોર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઉમરાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આવી પ્રતિભાને સંભાળવી અને તેને તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે. હવે ઉમરાનને તેની મહેનતનું ફળ મળ્યું છે.

SRH માં નટરાજનની જગ્યાએ આવ્યો હતો

3 ઓક્ટોબર 2021 પહેલા, ભારતીય ક્રિકેટ જગતએ ઉમરાન મલિક વિશે કશું સાંભળ્યું ન હતું. યુએઈમાં IPL 2021 સીઝનના બીજા ભાગની શરૂઆતમાં ટી નટરાજનના સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ઉમરાનને સામેલ કરવામાં આવ્યો હતો. નટરાજન કોરોના સંક્રમણની ઝપેટમાં હતો. જમ્મુ -કાશ્મીરના ઉમરાન મલિક થોડા સમય માટે સનરાઇઝર્સ સાથે નેટ બોલર તરીકે જોડાયેલા હતા અને ત્યાં તેમની ગતિથી ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યા બાદ મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Ind Vs Aus: આશ્વર્ય ! ગજબના ઇનસ્વિંગ બોલે આ ભારતીય બોલરે કાંગારુ આપનરની ગીલ્લી ઉડાડી, ભાગ્યે જ જોવા મળતા બોલ પર ક્લિન બોલ્ડ વિકેટ મેળવી

આ પણ વાંચોઃ IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: જાણો દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની આજની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

g clip-path="url(#clip0_868_265)">