T20 World Cup: અમદાવાદમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવાનો BCCI નો હતો પ્લાન, આ રીતે કરાયુ હતુ આયોજન

BCCI અંતિમ ઘડી સુધી શકયતાઓ ચકાસી રહ્યુ હતુ, કે ભારતમાં ટી20 વિશ્વકપનુ આયોજન થઇ શકે. કોરોના વાયરસને લઇ હવે ટૂર્નામેન્ટ શિફ્ટ કરાઇ હતી.

T20 World Cup: અમદાવાદમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવાનો BCCI નો હતો પ્લાન, આ રીતે કરાયુ હતુ આયોજન
Motera Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 6:45 PM

T20 વિશ્વકપ (T20 World Cup) ભારતના આયોજન હેઠળ UAE અને ઓમાન (Oman) માં રમાનાર છે. BCCI આ માટે તૈયારીઓમાં લાગી ચુક્યુ છે. ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ને લઇને વિશ્વકપ આયોજન ભારત થી શિફ્ટ કરવામાં આવ્યુ હતુ. ભારતમાં જ આયોજન કરવાને લઇને BCCI એ અનેક પાસાઓ ચકાસ્યા બાદ, આખરે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ત્રણ સ્થળે ટૂર્નામેન્ટ રમાડવાનુ આયોજન ઘડ્યુ હતુ, જોકે આખરે તે યોજના પણ પડતી મુકાઇ હતી.

આગામી ઓક્ટોબર અને નવેમ્બર દરમ્યાન રમાનાર ટૂર્નામેન્ટ હવે ઓમાન અને UAEના 4 મેદાનો પર રમાનાર છે. જે પહેલા ટૂર્નામેન્ટનુ આયોજન ભારતમાં કરવાનુ નિશ્વિત હતુ. આ માટે BCCI એ શક્ય તમામ પ્રયાસો શરુ કરી દીધા હતા. વર્ષની શરુઆતમાં ટૂર્નામેન્ટ માટે 8 સ્થળોને પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર ની સ્થિતી જોતા 8 સ્થળનો પ્લાન બદલીને 3 સ્થળોનો કરી દેવામાં આવ્યો હતો.

કોરોનાની ત્રીજી લહેર ની સંભાવનાઓ વચ્ચે શિફ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ, બીસીસીઆઇ એ શિફ્ટ કરવાના અંતિમ નિર્ણય ને લેતા પહેલા મુંબઇ, પુણે અને અમદાવાદમાં ટૂર્નામેન્ટને રમાડવા માટે યોજના બનાવી હતી. જે ત્રણેય સ્થળોને લઇને દરેક સંભાવનાઓ પણ વિચારવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પાકિસ્તાનની ટીમને લઇ વિવાદ સર્જાઇ શકતો

મીડિયા રિપોર્ટનુસાર, જે ત્રણેય સ્થળો પર ક્વોલિફાયીંગ મેચો થી લઇને સુપર 12 સુધીની તમામ મેચનુ આયોજન વિચારાયુ હતુ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadiuam) માં ટૂર્નામેન્ટની, ફાઇનલ મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. રિપોર્ટસમાં બોર્ડના એક સુત્રને ટાંકીને આ પ્લાનની સમસ્યા કહી હતી. તેમણે કહ્યુ કે, મુંબઇ અથવા પુણે માં પાકિસ્તાન (Pakistan) ના રમવા પર મોટો વિવાદ સર્જાઇ શકતો હતો. આ જ પ્રકારે કેટલાક કારણો હતા. 2008 ના મુંબઇ આંતકી હુમલામાં પાકિસ્તાની હાથ હોવાનુ તેનુ કારણ છે.

IPL 2021 માં કોરોના સંક્રમણનો મુદ્દો

આ ઉપરાંત IPL 2021 ને T20 વિશ્વકપના આયોજન માટે રિહર્સલ હોવાની ચર્ચા થઇ રહી હતી. પરંતુ આઇપીએલ ના બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાવા લાગ્યુ હતુ. IPL ની કેટલીક ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. રિપોર્ટમાં સુત્ર એ કહ્યુ હતુ, IPL માં કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં તમને સારા ખેલાડી રિપ્લેસમેન્ટ માટે મળી શકે છે. પરંતુ નબળી ટીમોનુ શુ જો તેમના 5-6 ખેલાડી સંક્રમિત થા. તેમની પાસે રિપ્લેસમેન્ટ તૈયાર નહી હોય.

આ પણ વાંચોઃ BCCI: ઘરેલુ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા મેચ ફીની રકમ વધારશે, અનુભવીને બમણાં જેટલી રકમ મળશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">