AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prize Money : T20 World Cup 2026 માંથી બહાર થયેલી 12 ટીમોને પણ મળશે આટલા કરોડ રૂપિયા, જાણો

ICC T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમોને પણ નોંધપાત્ર ઇનામી રકમ મળશે. કુલ 12 ટીમોને તેમના ક્રમાંક મુજબ US$225,000 થી US$247,500 સુધીનો લાભ મળશે. ભારતીય રૂપિયામાં કેટલા થાય તે પણ હવે જાણી લો.

Prize Money : T20 World Cup 2026 માંથી બહાર થયેલી 12 ટીમોને પણ મળશે આટલા કરોડ રૂપિયા, જાણો
| Updated on: Feb 19, 2026 | 3:54 PM
Share

ICC Men’s T20 World Cup 2026માં ગ્રુપ સ્ટેજ પૂર્ણ થવાની કાગારમાં છે અને સુપર 8 માટે કુલ આઠ ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે. જ્યારે બાકીની 12 ટીમોની સફર ગ્રુપ સ્ટેજ બાદ સમાપ્ત થઈ ગઈ છે. જોકે, ટુર્નામેન્ટમાંથી બહાર થવા છતાં, આ તમામ ટીમોને International Cricket Council તરફથી નોંધપાત્ર ઇનામી રકમ આપવામાં આવશે.

ICC દ્વારા આ ઇનામી રકમ ખાસ કરીને એસોસિયેટ અને નાની ટીમોને નાણાકીય રીતે મજબૂત બનાવવા માટે આપવામાં આવે છે. એટલે કે, પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ટીમો પણ આ ટુર્નામેન્ટમાંથી આર્થિક લાભ લઈને જશે.

પ્રથમ રાઉન્ડમાં બહાર થયેલી ટીમોને કેટલી ઇનામી રકમ મળશે?

T20 વર્લ્ડ કપ 2026ના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થયેલી ટીમોમાં યુએસએ, નામિબિયા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન, ઇટાલી, નેપાળ, સ્કોટલેન્ડ, અફઘાનિસ્તાન, કેનેડા અને યુએઈનો સમાવેશ થાય છે. ICCએ અગાઉ 2024 T20 વર્લ્ડ કપ માટે કુલ US$11.25 મિલિયનની ઇનામી રકમ જાહેર કરી હતી અને આ વખત એટલી જ રકમની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

2024માં 9મા થી 12મા ક્રમે રહેલી દરેક ટીમને US$247,500 (આશરે ₹2.25 કરોડ) મળ્યા હતા. આ જ ધોરણે, આ વખતે પણ 9મા થી 12મા ક્રમાંકિત ટીમોને એટલી જ ઇનામી રકમ મળવાની સંભાવના છે.

13મા થી 20મા ક્રમાંકની ટીમોને મળશે ઓછી ઇનામી રકમ

આ ઉપરાંત, 13મા થી 20મા ક્રમાંક પર રહેલી દરેક ટીમને US$225,000 (આશરે ₹2 કરોડ)ની ઇનામી રકમ મળશે. એટલું જ નહીં, ICC દ્વારા દરેક જીતેલી મેચ માટે વધારાનું બોનસ પણ આપવામાં આવે છે.

ટીમોને ગ્રુપ સ્ટેજ અને સુપર 8માં જીતેલી દરેક મેચ માટે US$31,154 (આશરે ₹28 લાખ) મળે છે. મહત્વની વાત એ છે કે ટુર્નામેન્ટમાંથી બહાર થયેલી ટીમોને પણ તેમની જીત માટે આ બોનસ રકમ આપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમ પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તે પણ આ ઇનામી રકમ માટે પાત્ર છે. કુલ મળીને, બહાર થયેલી 12 ટીમોને લાખો અને કરોડો રૂપિયાનું આર્થિક સહાય મળી રહી છે, જે તેમના ક્રિકેટ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

હવે ટુર્નામેન્ટમાં બાકી રહેલી ટીમો સુપર 8, સેમિફાઇનલ અને ફાઇનલમાં ખિતાબ માટે ટક્કર આપશે, જ્યાં ઇનામી રકમ વધુ મોટી છે.

સ્વિમિંગ પુલમાં ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક થયો ક્રિકેટર હાર્દિક પંડયા…જુઓ Photos

જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન
રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન
અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં
રીલના શોખે.. હજારો જિંદગીઓ મૂકી જોખમમાં
તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો
તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">