AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ડ્રેસિંગ રુમમાં રોહિત શર્માને સંભાળવો મુશ્કેલ હતો, હાર બાદ ભાંગી પડ્યો હતો ભારતીય સુકાની

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને ઇંગ્લેન્ડના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ રોહિત શર્મા મેદાન પર જ રડવા લાગ્યો હતો.

T20 World Cup: ડ્રેસિંગ રુમમાં રોહિત શર્માને સંભાળવો મુશ્કેલ હતો, હાર બાદ ભાંગી પડ્યો હતો ભારતીય સુકાની
Rohit Sharma સેમિફાઈલ બાદ ભાવુક થઈ ગયો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 8:24 AM
Share

T20 વર્લ્ડ કપ માં ભારતની સફર સેમિફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવીને  સપનું તોડી નાખ્યું હતું. આ શરમજનક હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં. તેની આંખોમાં આવેલા આંસુ આખી દુનિયાએ જોયા. કોચ રાહુલ દ્રવિડ પણ તેને સંભાળતા જોવા મળ્યા હતા. હવે એક રિપોર્ટ અનુસાર, રોહિત ડ્રેસિંગ રૂમમાં પણ તૂટી ગયો હતો. તેની હાલત જોઈને સાથી ખેલાડીઓએ તેનું ધ્યાન રાખવું પડ્યું.

મીડિયા અહેવાલ મુજબ ભારતીય ટીમના કોચ અને કેપ્ટન દ્રવિડે હાર બાદ ટીમને ભાષણ આપ્યું હતું. દ્રવિડે આ દરમિયાન કહ્યું કે ટીમ ખૂબ જ સારું ક્રિકેટ રમી અને દરેકને તેની મહેનત પર ગર્વ હોવો જોઈએ. સાથે જ રોહિતે બધાનો આભાર પણ માન્યો હતો.

રોહિત ક્યારેય આટલો તૂટેલો જોવા મળ્યો ન હતો

અહેવાલો અનુસાર, ટીમના કેટલાક સભ્યોએ કહ્યું કે ભૂતકાળમાં પણ ઘણી હાર થઈ છે, પરંતુ તેઓએ રોહિતને આટલો તૂટતો ક્યારેય જોયો નથી. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ટીમ પોતાની મેચ માટે પેકિંગમાં વ્યસ્ત હતી, ત્યારે મોડી રાત્રે ટીમના વોટ્સએપ ગ્રુપ પર એક મેસેજ આવ્યો. દરેકને ભારત જતા પહેલા એક નાનકડી મીટિંગ માટે આવવાનું કહેવામાં આવ્યું અને આ દરમિયાન બધાએ એકબીજાને ગળે લગાવ્યા.

ભારત ગ્રુપમાં ટોપ પર હતું

T20 વર્લ્ડ કપમાં ભારતની સફરની વાત કરીએ તો ગ્રુપમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમને સેમિફાઈનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારત ICC ઈવેન્ટ્સના નોકઆઉટમાં ફરી એકવાર ફ્લોપ થઈ ગયું. ભારત 5માંથી 4 જીત સાથે ગ્રુપ 2માં ટોચ પર રહ્યુ હતુ.

એક દાયકાથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી હતી

ભારત લગભગ એક દાયકા સુધી ICC ટ્રોફી જીતી શક્યું નથી. ભારતે છેલ્લે 2013માં ICC ટ્રોફીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એવું માનવામાં આવતું હતું કે એમએસ ધોની પછી રોહિત શર્મા ભારત માટે ખિતાબ જીતી શકે છે, પરંતુ તે પણ ફ્લોપ રહ્યો.

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
g clip-path="url(#clip0_868_265)">