T20 WC: એરોન ફિન્ચે કહી સંન્યાસની વાત, ભારત અને પાકિસ્તાનની મેચ જોવાનો મોકો છોડવા નહોતો માંગતો

|

Oct 29, 2022 | 9:01 AM

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે તે સ્ટેડિયમમાં બેસીને ભારત અને પાકિસ્તાનની મેચ જોવાની તક ગુમાવશે નહીં અને આ માટે તે નિવૃત્તિની રાહ જોઈ શકે નહીં.

T20 WC: એરોન ફિન્ચે કહી સંન્યાસની વાત, ભારત અને પાકિસ્તાનની મેચ જોવાનો મોકો છોડવા નહોતો માંગતો
Aaron Finch એ ભારત પાકિસ્તાન મેચ લાઈવ જોવાને લઈ કહ્યુ આમ

Follow us on

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 માં ટીમો વચ્ચે ખરી જંગ ચાલી રહી છે. આ દરમિયાન, યજમાન દેશની ટીમના કેપ્ટન એરોન ફિન્ચે તેની નિવૃત્તિ પર એક મોટી વાત કહી. આ સાથે ફિન્ચે કહ્યું કે નિવૃત્તિ બાદ તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાઈવ જોવા માટે રાહ જોઈ શકતો નથી. ઓસ્ટ્રેલિયાના T20 કેપ્ટન ફિન્ચે સ્વીકાર્યું કે જ્યારે પણ તેને સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટની સૌથી હાઈ-વોલ્ટેજ મેચ જોવાની તક મળશે, ત્યારે તે તેને છોડશે નહીં.

ફિન્ચે વધુમાં કહ્યું કે તેણે ગયા અઠવાડિયે ટીવી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચ જોઈ હતી, પરંતુ તે સ્ટેન્ડમાં બેસીને આ મેચ જોવા માંગતો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટને એમ પણ કહ્યું કે તે એ દિવસની રાહ જોઈ શકતો નથી, જ્યારે તે નિવૃત્ત થઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા જશે.

ગભરાયેલો હતો ફિન્ચ

એક પત્રકાર સાથે વાત કરતા ફિન્ચે કહ્યું કે પરિણામ જે પણ હોય, મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ છે. હું ઘરે બેઠો હતો અને ખરેખર ગભરાઈ ગયો હતો. ફિન્ચે વિરાટ કોહલીના અણનમ 82 રનના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું આ શું હતું? વિરાટ કોહલીનો માસ્ટરક્લાસ હતો. તેણે કહ્યું કે 3 ઓવર બાકી છે અને જો તમે ત્યાં ઉભા છો તો તમને ખબર છે કે કોહલી વિરોધી પર કેટલું દબાણ સર્જે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કોહલીએ પાકિસ્તાન પાસેથી જીત છીનવી લીધી

પાકિસ્તાન સામે રમાયેલી કોહલીની શાનદાર ઇનિંગ્સની વાત કરીએ તો, ખરાબ શરૂઆત બાદ તેણે એકલા હાથે પાકિસ્તાનના મોંમાંથી જીત છીનવી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રદર્શનની વાત કરીએ તો તે 3માંથી માત્ર એક મેચ જીતી શકી છે અને 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. સમાન પોઈન્ટ સાથે સારા રન રેટને કારણે ન્યુઝીલેન્ડ ટોપ પર છે.

ઓસ્ટ્રેલિયાની ત્રીજી મેચ રદ્દ

ઓસ્ટ્રેલિયાને તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 89 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી યજમાનોએ શ્રીલંકા સામેની આગામી મેચ 7 વિકેટે જીતીને પોતાનું ખાતું ખોલ્યું હતું. યજમાનોને પોતના પોઈન્ટ વધારવાની તક હતી, પરંતુ ઈંગ્લેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, જેના કારણે તેઓ માત્ર એક પોઈન્ટથી સંતુષ્ટ રહ્યા હતા.

Published On - 8:49 am, Sat, 29 October 22

Next Article