T20 World Cup: રોહિત શર્માને ઓપનિંગમાં થી હટાવવાનો ‘દાવ’ વિરાટ કોહલી નહી મેંટર ધોનીનો હતો!
T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ઓપનિંગ કરવા આવ્યો ન હતો. જે બાદ વિરાટ કોહલીના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ આ આઈડિયા ધોની (Dhoni) નો હતો!
ટીમ ઈન્ડિયા (Team India) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં તેની પ્રથમ બે મેચ હારી ચૂકી છે. હવે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે. ટીમ ઈન્ડિયાની હાર બાદ હંગામો મચી ગયો છે. ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો સતત ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. સૌથી વધુ હોબાળો એ સવાલ પર છે, જે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં થયો હતો. સવાલ એ છે કે આખરે કોણે અને શા માટે રોહિત શર્મા (Rohit Sharma) ને ઓપનિંગમાંથી હટાવ્યો ? ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશન ને કેએલ રાહુલ સાથે ઓપનિંગ માટે મોકલ્યો હતો.
આ સાથે જ રોહિત શર્મા ત્રીજા નંબર પર ઉતરી ગયો હતો. વિશ્વભરના ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો આ ફેરફારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે ટીમ ઈન્ડિયા 8 વિકેટથી હારી ગઈ હતી. ત્યારે જ આ નિર્ણય પર સવાલો ઉભા થયા હતા. બાય ધ વે, તમને જણાવી દઈએ કે હારના બે દિવસ બાદ આ સવાલનો જવાબ મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માને ઓપનિંગમાંથી હટાવવાનો વિચાર મેન્ટર એમએસ ધોની (MS Dhoni) એ આપ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ ઈશાન કિશન તરફથી ઓપનિંગ કરવાનો અને રોહિત શર્માને નંબર 3 પર ઉતારવાનો આઈડિયા સૌથી પહેલા ધોનીએ આપ્યો હતો. ત્યારબાદ આખી ટીમ તેના માટે સંમત થઈ ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોનીની વાતને સમર્થન આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો ધોનીનો આઈડિયા!
જો કે, ધોનીનો આ આઈડિયા ટીમ ઈન્ડિયા માટે આત્મઘાતી સાબિત થયો. ઈશાન કિશન ઓપનિંગમાં માત્ર 8 બોલ જ રમી શક્યો હતો. તે માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્મા પણ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ કોઈ જ બેટ વડે રમી શક્યા ન હતા. ભારતીય ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેનો મોટા શોટ રમવા માટે આઉટ થઈ ગયા હતા.
ધોનીને ટી20 વર્લ્ડ કપ 2021 માટે મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને દરેકને ટીમ પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તેના આવવાથી કોઈ ફાયદો થયો ન હતો. ટીમ ઈન્ડિયા પહેલાથી જ બે મેચ હારી ચૂકી છે. તેને પાકિસ્તાને 10 વિકેટે પરાજય આપ્યો હતો અને કિવી ટીમ સામે પણ તેને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે.
ટીમ ઈન્ડિયા એ તેની આગામી મેચ અબુધાબીમાં અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ પણ ભારતીય ટીમ માટે મુશ્કેલ બની રહી છે. કારણ કે અફઘાન ટીમ ફોર્મમાં છે અને તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે. જો વિરાટ કોહલી ફરી એકવાર ટોસ હારી જાય અને અફઘાન ટીમ પહેલા ફિલ્ડીંગ કરવાનું પસંદ કરે તો પરિણામ કંઈ પણ આવી શકે છે.