Bandula Warnapura : શ્રીલંકાના ખેલાડીએ આજે તેની છેલ્લી ઈનિંગ રમી દુનિયાને અલવિદા કહ્યું, વર્લ્ડ ક્રિકેટમાં ફેલાયો સન્નાટો
શ્રીલંકાના પ્રથમ ટેસ્ટ કેપ્ટન Bandula Warnapura નું નિધન થયું છે. 18 ઓક્ટોબરે 69 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમણે શ્રીલંકા માટે કુલ 16 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં 4 ટેસ્ટ અને 12 વનડે સામેલ છે.

Bandula Warnapura : શ્રીલંકાના પ્રથમ ટેસ્ટ કેપ્ટન (Sri Lanka’s First Test Captain) Bandula Warnapura નું નિધન થયું છે. 18 ઓક્ટોબરે 69 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
તેમણે શ્રીલંકા માટે કુલ 16 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં 4 ટેસ્ટ અને 12 વનડે સામેલ છે. Bandula Warnapura જે ઓપનર હતા એક બેટ્સમેન તરીકે, વર્લ્ડકપથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો. તેણે 1975 ના વર્લ્ડકપમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ (International match) રમી હતી. આગલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાની તોફાની બોલિંગ સામે, તેણે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા. તે પછીની શ્રીલંકાની કેપ્ટનશીપ પણ કરી હતી.
View this post on Instagram
1979 વિશ્વકપ (World Cup) માં ભારત સામેની અદભૂત જીત. 1981 માં પાકિસ્તાન સામે વનડે ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. 1981-82માં 77 રન બનાવ્યા હતા.
View this post on Instagram
Bandula Warnapura ના નિધનથી વિશ્વ ક્રિકેટમાં શોકની લહેર ફેલાય છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યાએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું, આ ખૂબ જ દુખદ દિવસ છે. શ્રીલંકા (Sri Lanka)ના પ્રથમ ટેસ્ટ કેપ્ટને આજે તેની છેલ્લી ઈનિંગ રમી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”
પ્રથમ ટેસ્ટ કેપ્ટન અને રેકોર્ડ ધારક
જ્યારે શ્રીલંકા (Sri Lanka)એ 1982 માં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે તેનું નેતૃત્વ (Bandula Warnapura)એ કર્યું હતું. આ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે કોલંબોમાં રમાઈ હતી. શ્રીલંકાનો પ્રથમ ટેસ્ટ કેપ્ટન બનવા ઉપરાંત, શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બોલ રમનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો. શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ રન પણ તેમના બેટથી આવ્યો હતો. આ ટેસ્ટમાં વર્ણાપુરાએ બીજો રેકોર્ડ બનાવ્યો. તેણે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ શ્રીલંકા (Sri Lanka)ની ઇનિંગની શરૂઆત કરી હતી.