AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: ટીમ ઈન્ડિયાને ટેન્શન આપશે 51 સેકન્ડનો Video! ભારત-પાકિસ્તાન મેચ પહેલા જોવા મળ્યો ખતરનાક નજારો

India vs Pakistan:આ વર્ષે પહેલા એશિયા કપમાં અને પછી ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે અને તેના માટે અત્યારથી જ માહોલ તૈયાર થઈ ગયો છે.

Asia Cup: ટીમ ઈન્ડિયાને ટેન્શન આપશે 51 સેકન્ડનો Video! ભારત-પાકિસ્તાન મેચ પહેલા જોવા મળ્યો ખતરનાક નજારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:43 AM
Share

જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને થોડા દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક્શનમાં આવી જશે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ 12 જુલાઈથી શરૂ થશે, ત્યારબાદ વનડે અને પછી T20 સિરીઝ રમાશે. આ પ્રવાસ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ બધા ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે, જ્યારે એશિયા કપ (Asia Cup) શરૂ થશે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચમાં હજુ ઘણો સમય છે, પરંતુ તે પહેલા એક એવો વીડિયો સામે આવ્યો છે, જે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારશે.

31 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાનાર એશિયા કપ 2023ની શરુઆત થશે. આ વખતે ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે કારણ કે, ત્યારબાદ ઓક્ટોમ્બર-નવેમ્બરમાં વર્લ્ડકપ રમાશે. ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલુ વિવાદો અને તણાવો બાદ આ બંન્ને ટૂર્નામેન્ટ રમાશે. સૌ કોઈને રાહ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની છે.

શાહીન આફ્રિદીનો ડરાવનારો વીડિયો

વર્લ્ડકપ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં જોરદાર ટક્કર થવાની આશા છે. જેમાં પહેલા ટીમ ઈન્ડિયાને એક ખતરનાક વોર્નિંગ મળી ચૂકી છે. જે માત્ર 51 સેકન્ડનો એક વીડિયો છે આ એ વીડિયો છે, જે બેટ્સમેનોમાં ડર ભરી દેશે. આ વીડિયો પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો છે,

આ પણ વાંચો : SAFF Championship: લેબનોનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશ, હવે કુવૈત સામે થશે ટક્કર

ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

યુવા ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી હાલના દિવસોમાં ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. શુક્રવારે સાંજે આ ટુર્નામેન્ટની એક મેચમાં શાહીન આફ્રિદીએ નોટિંગહામશાયર તરફથી રમતા દાવની પહેલી જ ઓવરમાં 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ફિટનેસની સમસ્યાથી ઝઝુમી રહેલો શાહિન આફ્રિદીની આવી બોલિંગને લઈ જ્યાં પાકિસ્તાનના ચાહકો ખુબ ખુશ છે. કારણ કે, 22 વર્ષનો યુવા ખેલાડી હવે સંપુર્ણ ફિટ થઈ ચૂક્યો છે. તે ટીમ ઈન્ડિયા અને તેના ચાહકોનો પરેશાન કરવા પુરતું છે.

પહેલેથી જ નુકસાન થયું

શાહીન આફ્રિદી આવતા મહિને રમાનારી એશિયા કપમાં ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે અને ત્યારબાદ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે. કોઈપણ રીતે, 2021 T20 વર્લ્ડ કપમાં ભારત સામે શાહીન આફ્રિદીનું પ્રદર્શન આજે પણ બધાને યાદ છે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપમાં ભારતને તેને હરાવ્યું હતુ, પરંતુ તે પછી તે સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો ન હતો. હવે એવું કંઈ દેખાતું નથી અને તેથી ભારતે સાવધાન રહેવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">