AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MIG Cricket Club: સૂર્યકુમાર યાદવે 170ના સ્ટ્રાઇક રેટથી ફટકાર્યા રન, કેપ્ટન તરીકે ટીમને 26 બોલ પહેલાં અપાવી ધમાકેદાર જીત!

લાંબા સમય બાદ મુંબઈની લોકલ T20 ટુર્નામેન્ટમાં રમવા ઉતરેલા સૂર્યકુમાર યાદવે શાનદાર વાપસી કરી છે. પ્રેસિડેન્ટ કપમાં MIG ક્રિકેટ ક્લબની કેપ્ટનશીપ કરતાં સૂર્યાએ મુસ્લિમ યુનાઇટેડ સામે ટીમને 5 વિકેટથી આસાન જીત અપાવી.

MIG Cricket Club: સૂર્યકુમાર યાદવે 170ના સ્ટ્રાઇક રેટથી ફટકાર્યા રન, કેપ્ટન તરીકે ટીમને 26 બોલ પહેલાં અપાવી ધમાકેદાર જીત!
| Updated on: Oct 11, 2026 | 6:29 PM
Share

મુંબઈમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કપમાં સૂર્યકુમાર યાદવ MIG ક્રિકેટ ક્લબ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. T20 ફોર્મેટમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં MIG ક્રિકેટ ક્લબનો મુકાબલો મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબ સામે હતો. આ મેચમાં સૂર્યાએ MIG ક્રિકેટ ક્લબનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ટીમને વિજય પણ અપાવ્યો હતો. સૂર્યાની કેપ્ટનશીપમાં MIG ક્રિકેટ ક્લબે મુસ્લિમ યુનાઇટેડને 26 બોલ બાકી રહેતા જ 5 વિકેટથી હરાવી દીધું હતું.

સૂર્યાની ટીમે માત્ર 15.4 ઓવરમાં જ લક્ષ્યાંક સર કર્યો

MIG ક્રિકેટ ક્લબને જીતવા માટે મુસ્લિમ યુનાઇટેડ તરફથી 20 ઓવરમાં 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો. MIG ક્રિકેટ ક્લબે આ ટાર્ગેટ માત્ર 15.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ રન ચેઝ દરમિયાન સૌની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી. સૂર્યા આ મેચમાં વન-ડાઉન બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. તેમની બેટિંગમાં સૌથી નોંધપાત્ર બાબત તેમનો સ્ટ્રાઇક રેટ રહ્યો હતો.

પ્રેસિડેન્ટ કપ મેચમાં સૂર્યકુમારની બેટિંગ

સૂર્યકુમાર યાદવે 3 ચોગ્ગાની મદદથી 10 બોલમાં 170ના સ્ટ્રાઇક રેટ સાથે 17 રન ફટકાર્યા હતા. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેમણે 5 સિંગલ લીધા અને 2 બોલ ડોટ રમ્યા હતા. તેમની વિકેટ જગદીશ ભાનુશાલી નામના બોલરે લીધી હતી.

જોકે MIG ક્રિકેટ ક્લબ તરફથી કોઈ પણ બેટ્સમેન 50 રનનો આંકડો વટાવી શક્યો નહોતો. ઓપનર કૌશિક ચિખલીકરે સૌથી વધુ 49 રન 204ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી માત્ર 24 બોલમાં બનાવ્યા હતા. જ્યારે શીશ શેટ્ટી 152.38ના સ્ટ્રાઇક રેટથી 21 બોલમાં 32 રન બનાવીને બીજા સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. MIG ક્લબ તરફથી સૂર્યકુમાર યાદવ બીજા સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન રહ્યા.

મુસ્લિમ યુનાઇટેડે 20 ઓવરમાં બનાવ્યા હતા 153 રન

આ અગાઉ 11 ઓક્ટોબરના રોજ રમાયેલી આ મેચમાં મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 153 રન નોંધાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન અને 8માં ક્રમે બેટિંગ કરવા આવેલા નદીમ શેખે સૌથી વધુ 42 રન માત્ર 19 બોલમાં 221.05ના તોફાની સ્ટ્રાઇક રેટ સાથે બનાવ્યા હતા.

મહિનાઓથી ઘર બંધ છે છતાં આવી રહ્યું છે લાઈટ બિલ? આ હોઈ શકે છે મુખ્ય કારણો

Follow Us
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
g clip-path="url(#clip0_868_265)">