Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડકપની હારમાંથી બહાર આવતા હજુ સમય લાગશે, જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી 20 સિરીઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં 23 નવેમ્બરના રોજ એટલે કે, આજે રમાશે. આ સિરીઝ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમાશે.સૂર્યકુમાર યાદવે પ્રેસકોન્ફરન્સમાં એ પણ કહ્યું કે, ટી 20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જે મેચ અમે રમવા જઈ રહ્યા છીએ તે ખુબ જ મહત્વપુર્ણ છે.

સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડકપની હારમાંથી બહાર આવતા હજુ સમય લાગશે, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Nov 23, 2023 | 4:19 PM

આજથી શરુ થઈ રહેલી ટી 20 સિરીઝમાં અનેક મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝમાં ભારતની કેપ્ટનશીપને લઈ ખુબ જ ઉત્સાહિત છે. ટી 20 સિરીઝ પહેલા સૂર્યકુમાર યાદવની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હાલમાં વનડે વર્લ્ડકપમાં મળેલી હાર થી બહાર આવવામાં સમય તો લાગશે.

અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?

સૂર્યકુમાર વર્લ્ડકપમાં સારું પ્રદર્શન તો કરી શક્યો નથી ત્યારે ટી 20 સિરીઝના પ્રદર્શનને લઈ પુછવામાં આવ્યું તો કહેયું કે, તેમણે કહ્યું કે, વર્લ્ડકપમાં મળેલી હારમાંથી બહાર આવતા વાર લાગશે. એવું નથી કે, તમે સવારે ઉઠો અને રાત્રે શું થયું તેને ભુલી જાઓ. આ મોટી ટૂર્નામેન્ટ હતી. અમે જીતવાનું પસંદ કરતા હતા.

યુવા ખેલાડીઓની પસંદગી કરી

પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ટીમ મેનેજમેન્ટે અનુભવી ખેલાડીઓની ઉપસ્થિતિમાં અનેક યુવા ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં સૂર્યકુમારે કહ્યું કે, હું પણ હજુ યુવાન જ છુ. રોહિત શર્મા વર્લ્ડકપમાં અલગ જ હતા અને તેણે મિસાલ કાયમ રાખી છે. જે રીતે વાત કરી તેમણે મેદાનમાં પણ આવું જ કામ કર્યું છે. અમને તેમના પર ગર્વ છે.

20 વર્લ્ડકપ માટે ટીમ અભિયાનની શરુઆત કરશે

વર્લ્ડકપમાં સામેલ ત્રણ ખેલાડીઓની જ ટી 20 સિરીઝમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ સામેલ છે.વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારી આગામી 20 વર્લ્ડકપ માટે ભારત પોતાના અભિયાનની શરુઆત આજથી કરશે,સૂર્યકુમાર યાદવે પ્રેસકોન્ફરન્સમાં એ પણ કહ્યું કે, ટી 20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જે મેચ અમે રમવા જઈ રહ્યા છીએ તે ખુબ જ મહત્વપુર્ણ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ટીમ

ઈશાન કિશન (w), યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (c), તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, મુકેશ કુમાર, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ , જીતેશ શર્મા.

આ પણ વાંચો : સૂર્ય કુમાર યાદવ આજે કરશે ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ, પરિવારે અહિ સુધી પહોંચાડવા કર્યો છે ખુબ જ સપોર્ટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">