AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું BCCI પર લાગુ થશે નવો કાયદો ? સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ, CJI બેન્ચનો તીખો સવાલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને રાજ્ય ક્રિકેટ સંઘોની સ્વાયત્તતા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો સવાલ ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે BCCI અને તેની સાથે જોડાયેલા રાજ્ય સંઘોને નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ 2025ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ? આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ વહીવટમાં મોટા ફેરફારો થઈ શકે છે.

શું BCCI પર લાગુ થશે નવો કાયદો ? સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ, CJI બેન્ચનો તીખો સવાલ
supreme court of india question bcciImage Credit source: PTI/X
| Updated on: Sep 09, 2026 | 8:48 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને દેશના વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોની સ્વાયત્તતાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો અને કડક સવાલ ઉઠાવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોની અરજીઓ પર સુનાવણી કરતાં BCCIને પૂછ્યું કે BCCI અને તેની સાથે જોડાયેલા રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ 2025ના દાયરામાં શા માટે ન લાવવા જોઈએ?

સુપ્રીમ કોર્ટનો BCCI ને તીખો સવાલ

કોર્ટે BCCI અને રાજ્ય ક્રિકેટ સંઘો તરફથી રજૂ થયેલા વકીલોને સ્પષ્ટ આદેશ આપ્યો કે તેઓ પોતાના ક્લાયન્ટ્સ પાસેથી આ બાબતે સૂચના મેળવે કે હવે અમલમાં આવેલા આ કાયદા હેઠળ તેમના હોદ્દેદારોની સેવા સંબંધિત શરતો અને નિયમો કેમ નક્કી ન કરવા જોઈએ.સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ BCCIના વકીલો ટૂંક સમયમાં આ મામલે પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કરે તેવી શક્યતા છે. જોકે, આ નવા નોટિસ અંગે બોર્ડના ટોચના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ઓડિશા હાઈકોર્ટમાં ઓડિશા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંબંધિત એક કેસમાં BCCI અગાઉ જ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે.

BCCIની દલીલ

BCCIએ તેના સોગંદનામામાં દલીલ કરી હતી કે નેશનલ સ્પોર્ટ્સ ગર્વનન્સ એક્ટ 2025 અમલમાં હોવા છતાં, ક્રિકેટને આ કાયદા હેઠળ નિયુક્ત રમત તરીકે સૂચિત કરવામાં આવ્યું નથી. બોર્ડ લાંબા સમયથી કહે છે કે તેને કેન્દ્ર કે રાજ્ય સરકારો તરફથી કોઈ સરકારી ગ્રાન્ટ મળતી નથી. સંપૂર્ણપણે આર્થિક રીતે આત્મનિર્ભર હોવાથી, તે સરકારી રમતગમત કાયદાઓ કે નિયમોને આધીન ન હોવું જોઈએ.

RTI સૌથી મોટો અવરોધ

આ કાયદાના દાયરામાં આવવાથી નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન RTI હેઠળ આવી શકે છે, જેનાથી નાણાકીય વ્યવહારો અને એડમિનિસ્ટ્રેટિવ નિર્ણયો માટે જાહેર જવાબદારી સુનિશ્ચિત થઈ શકે છે. BCCI આ કલમનો સખત વિરોધ કરી રહ્યું છે. હાલમાં, BCCI લોઢા સમિતિની ભલામણોનું પાલન કરે છે. આ અંતર્ગત, કોઈપણ પદાધિકારી સતત બે કાર્યકાળ માટે પદ સંભાળી શકે છે, ત્યારબાદ તેમને ત્રણ વર્ષના કૂલિંગ-ઓફ સમયગાળામાંથી પસાર થવું પડશે. જો સુપ્રીમ કોર્ટ BCCI ને નવા નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ હેઠળ લાવવાનો આદેશ આપે છે, તો ભારતીય ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

Tilak Varma: 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ આઉટ થયો તિલક વર્મા, 60 દિવસ સુધી રહ્યો અણનમ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">