AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs PBKS Match Result: સનરાઇઝર્સ હૈદરાબાદની ગાડી જીતના પાટે, સળંગ ચોથી જીત મેળવી, માર્કરમ અને પૂરનની શાનદાર રમત

Sunrisers Hyderabad Vs Punjab Kings IPL Match Result: સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સિઝન સારી નિવડી રહી છે. શરુઆતમાં નિરાશા બાદ ટીમ એક બાદ એક જીત હાંસલ કરવા લાગી છે.

SRH vs PBKS Match Result: સનરાઇઝર્સ હૈદરાબાદની ગાડી જીતના પાટે, સળંગ ચોથી જીત મેળવી, માર્કરમ અને પૂરનની શાનદાર રમત
Aiden Markram એ અંત સુધી ક્રિઝ પર રહી ટીમને જીત અપાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 7:34 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગની 28 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad Vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. કેન વિલિયસમને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. લિયામ લિવિંગસ્ટોનને બાદ કરતા પંજાબના બેટ્સમેન ખાસ કંઈ દમ દર્શાવી શક્યા નહોતા. લિયામની અડધી સદીની મદદ થી પંજાબે 151 રન નો સ્કોર કર્યો હતો. જોકે પજાબ અંતિમ ઓવર સમાપ્ત થવા સાથે જ ઓલઆઉટ થઇ ગયુ હતુ.  જેને હૈદરાબાદે પાર કરી લઈને IPL 2022 ની સિઝનમાં સળંગ ચોથી જીત મેળવી હતી. હૈદરાબાદની ટીમે હવે વિજય માર્ગ પર પોતાની ગાડી ચઢાવી ચુક્યુ છે અને તે લય સતત ચોથી મેચમાં દર્શાવી છે. ઉમરાન મલિકે (Umran Malik) જોકે પંજાબની ટીમને અંતિમ ઓવરમાં પરેશાન કરી દીધી હતી. હૈદરાબાદે 7 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી હતી. એઇડન માર્કરમ (Aiden Markram) અને નિકોલસ પૂરન અંત સુધી ક્રિઝ પર રહી ટીમને જીત સુધી પહોંચાડી હતી.

ઉમરાન મલિકે તબાહી મચાવતા 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. 150 કિ.મી. પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે બોલ ફેંકનાર બોલરે 20મી ઓવર મેડન ફેંકી અને તે ઓવરમાં ઉમરાને 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહ છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદની 6 મેચમાં આ ચોથી જીત છે. આ સાથે જ પંજાબ કિંગ્સે 6 મેચમાં ત્રીજી વખત હારનો ચહેરો જોયો છે. પંજાબ કિંગ્સ હાર સાથે સાતમા નંબરે સરકી ગઈ છે અને હૈદરાબાદે ચોથું સ્થાન કબજે કર્યું છે.

ઉમરાનની ઝડપ લિયામ લિવિંગસ્ટોન પર ભારે પડી

કેન વિલિયમસને ફરી એકવાર ટોસ જીત્યો હતો. તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પંજાબ કિંગ્સે ખૂબ જ ખરાબ શરૂઆત કરી. પ્રથમ ઓવરના ચોથા બોલે મયંક અગ્રવાલની કેપ્ટનશીપ કરી રહેલો શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો અને પછી ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રભસિમરન 14 રને નટરાજન દ્વારા આઉટ થયો હતો અને 7મી ઓવરમાં જગદીશન સુચિતે 12 રને બેયરસ્ટોને સંભાળીને પંજાબને મોટો ફટકો આપ્યો હતો. વિકેટકીપર જીતેશ પણ ઉમરાનના બાઉન્સરનો શિકાર બન્યો હતો અને માત્ર 11 રન બનાવી શક્યો હતો.

લિવિંગસ્ટન-શાહરુખ ખાને સ્થિતી સંભાળી

લિવિંગ્સ્ટન અને શાહરૂખ ખાને પંજાબની વિખેરાઈ ગયેલી ઇનિંગ્સને સંભાળી હતી. લિવિંગ્સ્ટને તેની પરિચિત શૈલીમાં આક્રમક શોટ રમતા 26 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, અડધી સદી બાદ તે ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. લિવિંગસ્ટને પોતાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શાહરૂખ ખાને 26 રન બનાવ્યા પરંતુ આ માટે તેણે 28 બોલ રમ્યા. લિવિંગસ્ટન અને શાહરૂખની જોડી તૂટતાં જ પંજાબનો દાવ સમાપ્ત થઈ ગયો હતો. ઉમરાન મલિકે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેની ઓવર મેડન રહી હતી અને પંજાબે 6 માંથી 4 બોલમાં વિકેટ ગુમાવી હતી. જેના કારણે પંજાબની ટીમ 151 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો : IPL 2022, SRH vs PBKS: કશ્મીર એક્સપ્રેસની ધમાલ! Umran Malik એ 150 ની ઝડપે બોલ ફેંકીને 5 બોલમાં 3 વિકેટ ઝડપી

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલીએ પકડ્યો અદ્ભૂત કેચ, જોઈને ઝૂમી ઉઠી અનુષ્કા શર્મા, સાસુ-સસરાએ ખુશીથી તાળીઓ વગાડી, જુઓ Video

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">