AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનીલ નરેનની જાદુઈ બોલિંગ… 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ ઝડપી, 650 વિકેટના રેકોર્ડથી હવે એક ડગલું દૂર

કેરેબિયન પ્રીમિયર લીગ 2026 માં સુનીલ નરેનની શાનદાર બોલિંગે ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ ઝડપીને નરેને ફરી એકવાર સાબિત કર્યું કે, શા માટે તેને T20 ક્રિકેટના મહાન બોલરોમાંનો એક ગણવામાં આવે છે.

સુનીલ નરેનની જાદુઈ બોલિંગ... 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ ઝડપી, 650 વિકેટના રેકોર્ડથી હવે એક ડગલું દૂર
Image Credit source: Cricinfo
| Updated on: Aug 09, 2026 | 9:50 PM
Share

કેરેબિયન પ્રીમિયર લીગ 2026 માં એકવાર ફરી સુનીલ નરેને સાબિત કરી દીધું કે, તે T20 ક્રિકેટનો સૌથી ખતરનાક સ્પિનર કેમ છે. ત્રિનબાગો નાઇટ રાઇડર્સ માટે રમતા નરેને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ સામે પોતાની જાદુઇ બોલિંગથી મેચનું પાસું જ પલટી નાખ્યું.

આ મુકાબલામાં નરેને 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ પોતાના નામે કરી. તેની બોલિંગના દમ પર ત્રિનબાગોએ સેન્ટ કિટ્સને 19 રનથી હરાવી દીધું.

4 ઓવરમાં આપ્યા માત્ર 7 રન, લીધી 3 વિકેટ

પહેલા બેટિંગ કરતા સેન્ટ કિટ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 109 રન જ બનાવી શકી. જવાબમાં ત્રિનબાગોએ 15 ઓવરમાં 2 વિકેટ પર 94 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ આવી ગયો અને મેચ આગળ રમાઈ શકી નહીં. અંતે, DLS નિયમ હેઠળ ત્રિનબાગોની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

નરેનની બોલિંગમાં સૌથી ખાસ વાત તેની ઇકોનોમી રહી. T20 માં જ્યાં દરેક બોલ પર રન બને છે, ત્યાં નરેને 24 માંથી 21 બોલ ડોટ ફેંક્યા. આખા સ્પેલમાં સેન્ટ કિટ્સના બેટ્સમેનો માત્ર 3 બોલ પર જ રન લઈ શક્યા.

નરેનની મિસ્ટ્રી સ્પિન આગળ કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો નહીં. ધીમો બોલ, ઝડપી આર્મ બોલ અને સ્પીનનું એવું મિશ્રણ કે, બેટ્સમેનો સમજી જ ન શક્યા કે બોલ ક્યાં ટર્ન થશે.

T20 માં 650 વિકેટની નજીક

સુનીલ નરેન T20 ક્રિકેટના ઇતિહાસનો સૌથી સફળ બોલરોમાં ગણાય છે. અત્યાર સુધી તે 608 T20 મેચ રમી ચૂક્યો છે અને તેના નામે 649 વિકેટ નોંધાયેલી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના રાશિદ ખાનના નામે છે, જેણે 736 વિકેટ લીધી છે.

નરેન આ યાદીમાં બીજા નંબરે છે અને 650 વિકેટના આંકડાથી માત્ર 1 વિકેટ દૂર છે. CPL માં નરેનનું આ પ્રદર્શન જોઈને લાગે છે કે, તે આ માઇલસ્ટોન પણ ટૂંક સમયમાં સ્પર્શી લેશે.

ત્રિનબાગો માટે તુરુપનો એક્કો

નરેન માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ TKR માટે મેચ વિનર રહ્યો છે. જો કે, આ મેચમાં તેણે બોલથી જ ટીમને જીત અપાવી દીધી. નરેનના આ પરફોર્મન્સ પછી ત્રિનબાગોનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. CPL 2026 માં નરેનના આ સ્પેલથી સાબિત થાય છે કે, 37 વર્ષની ઉંમરે પણ તેની સ્પિનમાં એ જ ધાર છે.

‘બોલર’ બની ગયો ‘સિક્સર કિંગ’! છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર ને સિરાજે ફટકાર્યા 3 છગ્ગા, શ્રીલંકન ટીમે ચેક કર્યું ‘બેટ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">