NZ vs SA: ન્યુઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ધરાશાયી, 90 વર્ષ બાદ 100 થી પણ ઓછા સ્કોરમાં દાવ સમેટાઇ ગયો, હેનરીની 7 વિકેટ
ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પત્તાની જેમ ધરાશયી થઈ ગયા હતા. કોઈ પણ બેટ્સમેને વિકેટ પર ટકી રહેવાની હિંમત દેખાડી ન હતી.
ન્યૂઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકા (New Zealand Vs South Africa) નો પ્રથમ દાવ 95 રનમાં સમેટાઈ ગયો હતો. કિવી ટીમ સામે દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે. ક્રાઈસ્ટચર્ચ (Christchurch Test) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. કોઈ પણ બેટ્સમેને વિકેટ પર ટકી રહેવાની હિંમત દેખાડી ન હતી. તે કિવી બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે આખી ટીમ એકસાથે 100 રન પણ બનાવી શકી ન હતી. મેટ હેનરી (Matt Henry) એકલાએ દક્ષિણ આફ્રિકાના 7 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની આ ખરાબ હાલત 90 વર્ષ પછી થઈ છે. છેલ્લી વખત સાઉથ આફ્રિકાનો દાવ 100 રનમાં સમેટાયો હતો તે વર્ષ 1932માં થયો હતો. ત્યારબાદ મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની ઇનિંગમાં તેણે માત્ર 36 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટી સમસ્યા બોલર હેનરી બન્યો હતો, જે ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ ટીમમાં સામેલ થયો હતો, જેણે એકલા હાથે જ 23 રનમાં તેમની 7 વિકેટો પડી હતી. આ સિવાય જેમિસન, સાઉદી અને નીલ વેગનરને 1-1 વિકેટ મળી હતી.
7 બેટ્સમેન ડબલ ફિગરે પહોંચી શક્યા નહી
દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ શરૂઆતથી જ પાટા પરથી ઉતરી ગયેલો હતો. ટીમની પ્રથમ વિકેટ માત્ર 1 રનમાં પડી હતી. 40 રનની અંદર ટીમે ટોપ ઓર્ડરના 4 બેટ્સમેન ગુમાવ્યા જેમાંથી મેટ હેનરીએ 2 વિકેટ ઝડપી. ખરાબ બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 7 બેટ્સમેન માટે ડબલ ફિગર સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું. જેમાંથી 2 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
What a day for @Matthenry014! 7-23. His first FIVE wicket haul in Test cricket and the equal third best Test innings figures for New Zealand. South Africa all out for 95 batting first at Hagley. Follow play LIVE with @sparknzsport. #NZvSA pic.twitter.com/ZQIsEcKuBq
— BLACKCAPS (@BLACKCAPS) February 17, 2022
સાઉથ આફ્રિકા માટે, તેના માત્ર 4 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા, જેમાં સેરલે ઈરવી, એડન માર્કરામ, ઝુબેર હમઝા અને વિકેટ-કીપર બેટ્સમેન કાઈલ વેરીનનો સમાવેશ થાય છે. ઝુબેર હમઝા 25 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.
મેટ હેનરીએ દક્ષિણ આફ્રિકા માટે મુસિબત બન્યો
દક્ષિણ આફ્રિકાની આ દુર્દશા માટે ફાસ્ટ બોલર મેટ હેનરી જવાબદાર હતો, જેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની શ્રેષ્ઠ ફર્સ્ટ ક્લાસ બોલિંગ ફિગરની સ્ક્રિપ્ટ લખી હતી. 23 રનમાં 7 વિકેટ લઈને, તેણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત 5 પ્લસ વિકેટ લેવાનો કમાલ પણ કર્યો.