IND vs SA: દક્ષિણ આફ્રિકાને ઓલઆઉટ કર્યુ, જીત માટે ભારત સામે 288 રનનુ લક્ષ્ય, ડી કોકનુ શતક

ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો, શરુઆતમાં ભારતે ઝડપથી વિકેટ ઝડપ્યા બાદ ડીકોક અને ડુસૈની જોડીને તોડવી મુશ્કેલ બની હતી.

IND vs SA: દક્ષિણ આફ્રિકાને ઓલઆઉટ કર્યુ, જીત માટે ભારત સામે 288 રનનુ લક્ષ્ય, ડી કોકનુ શતક
India Vs South Africa: ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 6:38 PM

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની ODI શ્રેણીની છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતના આંચકાઓ પછી, દક્ષિણ આફ્રિકાએ ઓપનર ક્વિન્ટન ડી કોક (Quinton de Kock ) ની 17મી સદીની મદદથી ટીમને પુનર્જીવિત કરી અને રાસી વાન ડેર ડુસેન સાથે સદીની ભાગીદારી કરી. દક્ષિણ આફ્રિકાએ 49.5 ઓવરમાં 287 રનમાં ઓલઆઉટ થયુ હતુ. જોકે જીત માટે હવે ભારતીય ટીમે ઇતિહાસ રચનારી બેટીંગ રમત રમવી પડશે. કારણ કે આ મેદાન પર કોઇ પણ ટીમ 259 થી વધુ રનનુ લક્ષ્ય પાર કરી શકી નથી.

શરુઆતમાં જ ભારતને દિપક ચાહરે ઓપનીંગ જોડીને 8 રનના સ્કોર પર જ તીડી દીધી હતી. જ્યારે ટેમ્બા બાવુમા ને રાહુલે રન આઉટ કરી ઝડપથી પેવેલિયન મોકલતા એમ માનવમાં આવી રહ્યુ હતુ કે, દક્ષિણ આફ્રિકાને મર્યાદીત સ્કોર પર નિયંત્રીત કરી શકાશે. જોકે પરંતુ એઇડન માર્કરમની વિકેટ ઝડપ્યા બાદ ભારતીય બોલરોને વિકેટનો સીલસીલો આગળ ચલાવવો મુશ્કેલ બની ગયો હતો. વાન ડેર ડુસૈ અને ડી કોકે વિશાળ ભાગીદારી સાથે રમત રમવાને લઇને દક્ષિણ આફ્રિકાની ટીમને બાંધી રાખવી મુશ્કેલ બની ગઇ હતી. જોકે ભારતીય બોલરો હરીફ ટીમને ઓલઆઉટ કરવામાં સફળ રહ્યા હતા.

વાન ડેર ડુસેન અ ડિ કોકે વિશાળ ભાગીદારી ખડકી હતી. બંનેએ 70 રનના સ્કોર થી ટીમની જવાબદારી સંભાળી હતી. જે 214 રન પર અટકી હતી. ડીકોકે 130 બોલનો સામનો કરીને 124 રન નોંધાવ્યા હતા. જ્યારે ડુસૈ એ 59 બોલમાં 52 રન ફટકાર્યા હતા. ડેવિડ મિલરે 39 રન અને પ્રેટોરિયસે 20 રન નોંધાવ્યા હતા. જોકે બાદમાં કેશવ મહારાજ (6), સિસાંડા માગ્લા (0) ઝડપ થી વિકેટ ગુમાવી દેતા ટીમનો દાવનો અંત આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કૃષ્ણાનુ શાનદાર પ્રદર્શન

પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ જમણા હાથના ફાસ્ટ બોલરે 3 વિકેટ ઝડપી હતી. દીપક ચહર અને બુમરાહને 2-2 વિકેટ મળી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી. ફિલ્ડિંગની વાત કરીએ તો શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ સારા કેચ લીધા પરંતુ વિકેટકીપર ઋષભ પંતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. પંતે રાસીના 2 કેચ છોડ્યા અને આ બેટ્સમેને અડધી સદીની સાથે ડી કોક સાથે સદીની ભાગીદારી કરી.

આ પણ વાંચોઃ Australian Open:સાનિયા મિર્ઝા-રાજીવ રામની જોડીએ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

આ પણ વાંચોઃ Skie: દેશની નજરમાં કાશ્મીરના યુવાનોની છબી બદલવા માંગે છે સ્કીઅર આરિફ ખાન, કહ્યું- અમે માત્ર પથ્થરબાજો નથી

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">