પુજારા અને રહાણેના ખરાબ પ્રદર્શનને લઇને સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્વનું નિવેદન

|

Feb 03, 2022 | 8:45 PM

ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રણજી ટ્રોફીમાં રમવાની સલાહ આપી. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે.

પુજારા અને રહાણેના ખરાબ પ્રદર્શનને લઇને સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્વનું નિવેદન
Cheteshwar Pujara and Ajinkya Rahane (File Photo)

Follow us on

ભારતીય ટેસ્ટ ટીમમાં સીનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યા છે અને બંનેની ટીમમાં જગ્યાને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) આશા છે કે સીનિયર ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં રમશે અને રન બનાવશે.

જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાએ ભારત સામે 2-1થી ટેસ્ટ શ્રેમી જીતી લીધી હતી. જેમાં અજિંક્ય રહાણે 6 ઇનિંગમાં માત્ર 136 રન અને ચેતેશ્વર પુજારાએ 6 ઇનિંગમાં માત્ર  135 રન બનાવ્યા હતા. બંને પર ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવવાને લઇને દબાણ હતું.

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે કહ્યું કે તેઓ બન્ને ઘણા સારા ખેલાડી છે. મને આશા છે કે રણજી ટ્રફીમાં આ બન્ને ખેલાડીઓ વાપસી કરશે અને ઘણા બધા રન બનાવશે. જે મને ખરેખર આશા છે કે રન બનાવશે. તેમાં મને કોઇ જ સમસ્યા દેખાઇ નથી રહી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રણજી ટ્રોફીને લઇને શું બોલ્યા બીસીસીઆઈ અધ્યક્ષ

ભારતના પૂર્વ સુકાની અને બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રણજી ટ્રોફીને લઇને કહ્યું કે રણજી ટ્રોફી એક ઘણી મોટી ટુર્નામેન્ટ છે અને અમે બધા જ આ ટુર્નામેન્ટ રમી છે. એટલા માટે આ બંને ખેલાડીઓ ત્યા ફરીથી જશે અને પ્રદર્શન કરશે. તેમણે ભુતકાળમાં ટુર્નામેન્ટ રમી છે. જ્યારે તે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા અને વન-ડે કે ટી20 ટીમનો ભાગ ન હતા. એટલા માટે તેમના માટે આ કોઇ મોટી મુશ્કેલ બાબત નહીં હોય.

બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું કે આ ભારતમાં સૌથી મહત્વપુર્ણ ટુર્નામેન્ટ છે અને અમે તેને કાયમ આયોજીત કરવા માંગીએ છીએ. પણ વિશ્વમાં છેલ્લા 2 વર્ષથી જે થઇ રહ્યું છે તે જોતા તે સમયે ટુર્નામેન્ટનું આયોજન કરવું ઘણું અઘરું હતું. પરંતુ હવે અમે રણજી ટ્રોફીના આયોજનને લઇને તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : IPL 2022 ને લઇને સૌરવ ગાંગુલીએ BCCI નું જણાવ્યું પ્લાનિંગ, જાણો ક્યા શહેરોમાં રમાશે લીગની મેચ

આ પણ વાંચો : India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

Next Article