Sourav Ganguly એ વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડવાને લઇને તોડ્યુ મૌન, કહ્યુ બોર્ડે ‘કંઇ નથી કહ્યુ’

વિરાટ કોહલી (Virat KOhali) એ ટી20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) પહેલા જ કહી દીધું હતું કે, તે આ ટૂર્નામેન્ટ બાદ રમતના ટૂંકા ફોર્મેટમાંથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે.

Sourav Ganguly એ વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડવાને લઇને તોડ્યુ મૌન, કહ્યુ બોર્ડે 'કંઇ નથી કહ્યુ'
Sourav Ganguly-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:20 PM

સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) ની ધરતી પર ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની શરૂઆત થઈ છે. ભારતે 24 ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. આ વર્લ્ડ કપ પહેલા પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat KOhali) એ કહ્યું હતું કે, આ ICC ટુર્નામેન્ટ બાદ તે T20 માં ભારતીય ટીમ (Team India) ની કેપ્ટનશીપ છોડી દેશે. આનાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ આમાં સામેલ છે. ગાંગુલીએ કહ્યું કે જ્યારે તેને વિરાટના કેપ્ટનશીપ છોડવાના નિર્ણયની ખબર પડી ત્યારે તે ચોંકી ગયો હતો. તેણે એમ પણ કહ્યું કે બોર્ડે કોહલી પર કેપ્ટનશીપ છોડવા માટે દબાણ નથી કર્યું અ ને તે તેનો પોતાનો નિર્ણય છે.

ગાંગુલીએ કહ્યું કે તેઓ વિરાટના કેપ્ટનશીપમાંથી હટવાના નિર્ણયને સમજે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે ત્રણેય ફોર્મેટમાં ભારત જેવા દેશનું કેપ્ટન બનાવવું સહેલું નથી. મીડિયા રિપોર્ટસ ગાંગુલીએ કહ્યું, જ્યારે વિરાટ કોહલીએ T20 માં ભારતીય ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો ત્યારે મને આઘાત લાગ્યો હતો. આ નિર્ણય ઇંગ્લેન્ડ પ્રવાસની મધ્યમાં લેવાનો હતો અને તે તેમનો નિર્ણય હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આગળ કહ્યુ, અમારા તરફથી તેના પર કોઈ દબાણ નહોતું. અમે તેને કશું કહ્યું નથી. અમે આ પ્રકારની બાબતો નથી કરતા કારણ કે, હું પોતે એક ખેલાડી રહ્યો છું, તેથી હું સમજું છું. તમામ ફોર્મેટમાં આટલા લાંબા સમય સુધી કેપ્ટન બનવું મુશ્કેલ છે.

અંદરની વાત અલગ

ગાંગુલીએ કહ્યું, હું છ વર્ષ સુધી ટીમનો કેપ્ટન રહ્યો છું. તે બહારથી સારું લાગે છે, આદર મેળવે છે, બીજું ઘણું બધું. પરંતુ અંદર તમે ખૂબ જ તપતા હોવ છો અને તે કોઈ પણ કેપ્ટન સાથે થઈ શકે છે. માત્ર તેંડુલકર કે ગાંગુલી કે ધોની કે કોહલી સાથે નહીં. આવનારા કેપ્ટન સાથે પણ આવું થશે. તે એક અઘરું કામ છે.

વિરાટના ફોર્મ વિશે આ વાત કહી

ગાંગુલીએ વિરાટના ફોર્મ પર પણ વાત કરી છે અને કહ્યું છે કે દરેક મહાન ખેલાડીએ તેમાંથી પસાર થવું પડશે. દરેક ખેલાડી તેની કારકિર્દીમાં આ તબક્કામાંથી પસાર થાય છે.

તેમણે કહ્યું, આમ થાય છે. વિરાટ 11 વર્ષથી રમી રહ્યો છે. દરેક સિઝન સારી ન હોઈ શકે. તે માણસ છે, મશીન નથી. તેથી મને આશ્ચર્ય નથી, તેનો ગ્રાફ ઉપર ગયો અને પછી નીચે આવ્યો. તે પછી તે ઘણો ઉપર ગયો. વિરાટ જેવા ખેલાડીને તમે આ રીતે જુઓ છો. જો તમે લાંબા સમય સુધી રમશો તો આ ઉતાર -ચઢાવ આવતા રહેશે.

આ પણ વાંચોઃ T20 World Cup, Ind vs Pak: કોણ કપાયુ, કોણ સમાયુ ! તમે જ પસંદ કરો તમારી ટીમ, જો તમે કેપ્ટન હોય તો કેવી હોઇ શકે અંતિમ ઇલેવન ?

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલી થી ક્યાંય દૂર છે બાબર આઝમ, રનના મામલામાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે નંબર-1

g clip-path="url(#clip0_868_265)">