AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પલાશ મુછલ સાથેના લગ્ન તૂટ્યા પછી સ્મૃતિ મંધાનાએ પહેલીવાર કર્યું આ કામ, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પલાશ મુછલ સાથેના લગ્ન તોડી નાખ્યા છે. આ જાહેરાત બાદ મંધાના ફરી એકવાર મેદાનમાં જોવા મળી હતી. લગ્ન તૂટ્યા પછી સ્મૃતિ મંધાનાએ પહેલીવાર બેટા હાથમાં લીધું હતું, જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પલાશ મુછલ સાથેના લગ્ન તૂટ્યા પછી સ્મૃતિ મંધાનાએ પહેલીવાર કર્યું આ કામ, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
Smriti MandhanaImage Credit source: PTI
| Updated on: Dec 08, 2025 | 4:53 PM
Share

સ્મૃતિ મંધાના હવે એક મોટા ધમાકાની તૈયારી કરી રહી છે. અને આ મોટો ધમાકો ક્રિકેટના મેદાન પર થશે. પલાશ મુછલ સાથેના લગ્ન તોડી નાખ્યા પછી, સ્મૃતિ મંધાના પહેલીવાર બેટિંગ પ્રેક્ટિસ કરતી જોવા મળી. આ બેટિંગ પ્રેક્ટિસને શ્રીલંકા સામેની આગામી T20 શ્રેણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે. શ્રીલંકાની ટીમ પાંચ મેચની T20 શ્રેણી રમવા માટે ભારતની મુલાકાતે આવી રહી છે, જેમાં સ્મૃતિ મંધાના પણ રમતી જોવા મળી શકે છે.

લગ્ન તૂટ્યા પછી સ્મૃતિ મેદાનમાં

મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યા પછી સ્મૃતિ મંધાનાનો સમય ખૂબ જ ખરાબ રહ્યો છે. સ્મૃતિએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુછલ સાથેના લગ્ન તોડી નાખ્યા છે. સ્મૃતિએ આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે. પલાશ મુછલ સાથેના બ્રેકઅપની સત્તાવાર જાહેરાત કર્યા પછી, સ્મૃતિ મંધાના ફરી એકવાર પોતાના બેટ સાથે નેટમાં ઉતરી હતી.

નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરી

પલાશ સાથેના લગ્ન તૂટી ગયા પછી સ્મૃતિ મંધાનાનો નેટ્સમાં બેટિંગ કરતો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ ફોકસ દેખાઈ રહી છે. મહિલા ODI વર્લ્ડ કપ જીત્યા પછી આ પહેલીવાર છે જ્યારે સ્મૃતિ મંધાના હાથમાં બેટ લઈને નેટ્સમાં જોવા મળી છે.

શ્રીલંકા સામેની T20 શ્રેણીની તૈયારી

શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ પાંચ મેચની T20I શ્રેણી રમવા આવી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ શ્રેણી 21 ડિસેમ્બરથી શરૂ થશે અને 30 ડિસેમ્બર સુધી ચાલશે. T20I શ્રેણીની પ્રથમ બે મેચ વિઝાગમાં રમાશે, જ્યારે બાકીની ત્રણ મેચ તિરુવનંતપુરમમાં રમાશે. ભારત-શ્રીલંકા T20I શ્રેણીની બધી મેચો IST સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: IND vs SA : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ICC એ કેપ્ટન સહિત આખી ટીમને ફટકાર્યો દંડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">