Cricket Record: ગજબ બેટીંગ ! 19 વર્ષના બેટ્સમેને વિશ્વ વિક્રમ રચવા સતત 72 કલાક બેટીંગ કરી

હાલમાં સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ ભારતના વિરાગ માનેના નામે છે. તેણે 2015માં 50 કલાક બેટિંગ કરીને આ કારનામું કર્યું હતું. હવે મોહિતે (Siddarth Mohite) તે વિક્રમી આંકડાને પાર કરી લીધો છે.

Cricket Record: ગજબ બેટીંગ ! 19 વર્ષના બેટ્સમેને વિશ્વ વિક્રમ રચવા સતત 72 કલાક બેટીંગ કરી
Siddarth Mohite નુ નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાશે!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:31 AM

મુંબઈના યુવા ક્રિકેટર સિદ્ધાર્થ મોહિતે (Siddarth Mohite) સૌથી લાંબી બેટિંગનો રેકોર્ડ (World Record For Batting Longest) બનાવવાના પ્રયાસમાં નેટ સેશન દરમિયાન ક્રિઝ પર 72 કલાક, પાંચ મિનિટ વિતાવી હતી. હવે તે તેની સિદ્ધિને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Record) દ્વારા માન્યતા મળે તેની રાહ જોઈ રહ્યો છે. 19 વર્ષીય મોહિતે ગયા સપ્તાહના અંતે 72 કલાક અને પાંચ મિનિટ બેટિંગ કરી, તેણે 2015માં 50 કલાક બેટીંગ કરવાના વિરાગ માનેના રેકોર્ડને તોડી નાખ્યો. વિરાગ માને પુણેનો રહેવાસી છે.

મોહિતેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે મેં કરેલો પ્રયાસ સફળ રહ્યો. આ રીતે હું લોકોને બતાવવા માંગતો હતો કે હું અલગ છું. કોવિડ-19 પછીના લોકડાઉનને કારણે મારી કારકિર્દીના બે સારા વર્ષ ખોવાઈ ગયા જે એક મોટી ખોટ છે. તેથી મેં કંઈક અલગ કરવાનું વિચાર્યું અને અચાનક મારા મગજમાં આ વિચાર આવ્યો પછી મેં ઘણી એકેડેમી અને કોચનો સંપર્ક કર્યો.

યશસ્વી જયસ્વાલના કોચે મદદ કરી

મોહિતેને તેના કોચ જ્વાલા સિંહે તેના પ્રયાસમાં મદદ કરી હતી. જ્વાલા સિંહ યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલની કોચ છે. મોહિતે તેમના વિશે કહ્યું, ‘બધા મારા માટે નકારી રહ્યા હતા. તે પછી મેં જ્વાલા સરનો સંપર્ક કર્યો અને તેમણે કહ્યું કે કેમ નહીં. તેણે મને સંપૂર્ણ ટેકો આપ્યો અને મને જે જોઈએ તે પૂરું પાડ્યું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બોલરોનો એક સમૂહ મોહિતેને ટેકો આપવા માટે સમગ્ર સત્ર દરમિયાન તેની સાથે રહ્યું. નિયમો અનુસાર, બેટ્સમેન એક કલાકમાં પાંચ મિનિટનો આરામ લઈ શકે છે. મોહિતેનું રેકોર્ડિંગ અને સંબંધિત કાગળો હવે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા છે.

શા માટે જ્વાલા સિંહે મદદ કરી?

જ્વાલા સિંહે મોહિતે વિશે કહ્યું, ‘તે કોવિડ-19 પહેલા 2019માં MCC પ્રો-40નો હિસ્સો હતો અને પછી કોરોના મહામારી આવી. તેની માતા તેની રમત માટે મારો સંપર્ક કરતી હતી. પરંતુ લોકડાઉનના કારણે બધુ બંધ હતું. પછી એક દિવસ તેણે મને ફોન કરીને આ કારનામા વિશે પૂછ્યું. સાચું કહું તો, મેં વધારે રસ નહોતો લીધો પરંતુ મને ખબર હતી કે ઘણા યુવા ખેલાડીઓએ કોરોનાને કારણે તેમના સારા વર્ષો ગુમાવ્યા. તેથી મેં વિચાર્યું કે જો કોઈને કંઈક અલગ કરવું હોય તો શા માટે નહીં. તેથી મેં સમર્થન આપવા સંમતી દર્શાવી.

આ પણ વાંચોઃ IND vs SL: આ ગુજરાતી મોહાલીમાં ટીમ ઇન્ડિયાને આપી રહ્યા છે ‘સ્પેશિયલ’ ટીપ્સ, બે પૂર્વ દિગ્ગજ ટેસ્ટની તૈયારીઓમાં કરી રહ્યા છે મદદ

આ પણ વાંચોઃ IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

g clip-path="url(#clip0_868_265)">