Cricket : ગાવસ્કરનો રેકોર્ડ તોડયા બાદ શુભમન ગિલને મળી મોટી જવાબદારી, 17 વખતની ‘ચેમ્પિયન ટીમ’નો કેપ્ટન બન્યો
શુભમન ગિલની ટેસ્ટ કેપ્ટન તરીકેની પહેલી સિરીઝ ખૂબ જ સારી રહી. ગિલે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની બેટિંગ અને કેપ્ટનશીપથી બધાનું દિલ જીતી લીધું. ભારતીય ટીમ આ 5 મેચની સિરીઝ 2-2 થી બરાબર કરવામાં સફળ રહી.

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ કેપ્ટન તરીકે અદભૂત શરૂઆત કર્યા પછી શુભમન ગિલ હવે દુલીપ ટ્રોફી 2025 માં નોર્થ ઝોન ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થઈ રહી છે અને ગિલને નોર્થ ઝોન ટીમની કમાન સોંપવામાં આવી છે.
સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો
25 વર્ષીય ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરતી વખતે બધાને પ્રભાવિત કર્યા હતા. આ સિરીઝમાં, તેણે પાંચ ટેસ્ટ મેચમાં 754 રન બનાવ્યા, જેમાં 4 સદીનો પણ સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શનથી તેને પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો.
જો કે, હવે દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોનની કમાન સંભાળતા ગિલ સામે એક નવો પડકાર આવશે. આ વખતે ટૂર્નામેન્ટ ફરીથી તેના પરંપરાગત ઝોનલ ફોર્મેટમાં યોજાઈ રહી છે, જેમાં દરેક ઝોનના ‘રાજ્ય પસંદગીકારો’ પોતપોતાની ટીમોની પસંદગી કરશે.
આ પહેલી વાર છે જ્યારે ગિલ નોર્થ ઝોન ટીમનું નેતૃત્વ કરશે. ગયા સિઝનમાં, તેણે એક મેચમાં ઇન્ડિયા એ ટીમનું નેતૃત્વ કર્યું હતું. મેચની બંને ઇનિંગ્સમાં તેણે અનુક્રમે 25 અને 21 રન બનાવ્યા હતા. અંતે તેની ટીમને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
નોર્થ ઝોન સ્કવોડ
શુભમન ગિલ (કેપ્ટન), શુભમ ખજુરિયા, અંકિત કુમાર (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, યશ ધૂલ, અંકિત કલસી, નિશાંત સિંધુ, સાહિલ લોત્રા, મયંક ડાગર, યુધવીર સિંહ ચરક, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, આકિબ નબી, કન્હૈયા વાઘેલા
સ્ટેન્ડબાય: શુભમ અરોરા (વિકેટકીપર), જસકરણવીર સિંહ પોલ, રવિ ચૌહાણ, આબિદ મુશ્તાક, નિશંક બિરલા, ઉમર નઝીર, દિવેશ શર્મા

