AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Final, GT vs RR: ધોનીની માફક શુભમન ગિલે વિજયી છગ્ગો લગાવતા જ છવાઈ ગયો હતો, ‘ઝીરો’ થી ‘હિરોગીરી’ની સફર

IPL 2022 એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માટે તેની ડેબ્યુ સીઝન હતી અને તેણે તેના જેવી બીજી નવી ટીમ, લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની સફર શરૂ કરી હતી. તે મેચમાં 7 નંબરની જર્સી પહેરીને શુભમન ગિલ (Shubman Gill) ખાતું પણ ખોલી શક્યો નહોતો.

IPL 2022 Final, GT vs RR: ધોનીની માફક શુભમન ગિલે વિજયી છગ્ગો લગાવતા જ છવાઈ ગયો હતો, 'ઝીરો' થી 'હિરોગીરી'ની સફર
Shubman Gill એ વિજયી છગ્ગો લગાવ્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 11:04 AM
Share

કહેવાય છે કે શરૂઆત ગમે તે હોય, અંત સારો હોવો જોઈએ. ગુજરાતની જીતમાં ‘જર્સી નંબર 7’ વાળા ખેલાડીની વાર્તા પણ આવી જ છે. જો કે ‘જર્સી નંબર 7’ એમએસ ધોની (MS Dhoni) સાથે ઓળખાય છે, પરંતુ અહીં તે શુભમન ગિલ (Shubman Gill) સાથે સંબંધિત છે. એટલે કે જે ખેલાડીએ IPL 2022 ની પોતાની સફર શૂન્યથી શરૂ કરી હતી. પરંતુ, જ્યારે તેણે તે પૂર્ણ કર્યું, ત્યારે તેણે 7 નંબરની જર્સીનુ માન રાખ્યુ. ‘ઝીરો’ એ ‘હીરો’ની જેમ ગુજરાત માટે અમદાવાદમાં મેદાન માર્યુ હતુ. ધોની જે રીતે 7 નંબરની જર્સીમાં રમત પૂરી કરતો હતો, ગિલે બરાબર એ જ કર્યું. તેણે સિક્સર વડે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની જીતની અંતિમ સ્ક્રિપ્ટ લખી હતી.

IPL 2022 એ ગુજરાત ટાઇટન્સ માટે તેની ડેબ્યુ સીઝન હતી અને તેણે તેના જેવી બીજી નવી ટીમ, લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની સફર શરૂ કરી હતી. તે મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો, પરંતુ 7 નંબરની જર્સી પહેરીને શુભમન ગિલ ખાતું પણ ખોલી શક્યો નહોતો.

28 માર્ચે ઝીરો, 29 મેના રોજ હીરો

જે ખેલાડી 28 માર્ચ 2022ના રોજ શૂન્ય પર હતો, તે 29 મે 2022ના રોજ એટલે કે IPL 2022 સમાપ્ત થયો તે દિવસે હીરો બની ગયો હતો. ગિલના શૂન્યમાંથી હીરો બનવાનો અર્થ એટલો જ નથી કે તે પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો અને પછી અંતિમ મેચમાં સિક્સર સાથે સિઝનની સુંદર સફરનો અંત આવ્યો. વાસ્તવમાં, આ બે મોટી વાતો વચ્ચે જવાબદાર ઈનીંગનુ એક કનેક્શન પણ જોવા મળ્યું હતું.

IPL 2022 માં શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સ માટે દરેક મેચ રમ્યો હતો. ઓપનિંગ કરતી વખતે તેણે 16 મેચમાં 483 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેના બેટથી 4 વિકેટ પડી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 132.32 હતો. ગિલે ફાઈનલ મેચમાં અણનમ 45 રન બનાવ્યા હતા. એટલે કે છેક સુધી વિકેટ પર ઊભો રહ્યો અને પોતાની ટીમને જીતાડીને જ પાછો ફર્યો.

11 વર્ષ પહેલા જોડાયેલો અદ્ભુત સંયોગ

ફાઈનલ મેચમાં જર્સી નંબર 7માં માત્ર ગિલના સિક્સનું જ કનેક્શન ધોની સાથે કનેક્ટ થતું દેખાતું ન હતું. તેના બદલે, એક અન્ય સંયોગ પણ જોવા મળ્યો, જેણે 11 વર્ષ પહેલા ધોનીની કેપ્ટન્સીમાં જીતેલા વર્લ્ડ કપની યાદો તાજી કરી. વાસ્તવમાં, બંને ટીમોમાં ઘણા એવા દિગ્ગજ ખેલાડીઓ હતા જેઓ તે સમયે પણ હતા અને IPL 2022 ની ફાઇનલમાં જોવા મળેલી રીતે એકબીજાની સામે ઉભા હતા. ત્યારે ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા ગેરી કર્સ્ટન અને આશિષ નેહરા ભારતીય ટીમ સાથે હતા, જ્યારે રાજસ્થાનની ટીમમાં સામેલ કુમાર સંગાકારા અને લસિથ મલિંગા શ્રીલંકાના હતા. તમને જણાવી દઈએ કે 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">