AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: હાર્દિક પંડ્યા ફાઈનલ મેચના હિરોની ક્લબમાં સામેલ, રોહિત શર્મા અને અનિલ કુંબલે સાથે હવે ગુજરાતના કેપ્ટનનુ પણ નામ

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની IPL કારકિર્દીમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી અને પોતાની ટીમ અને પોતાના જોરદાર પ્રદર્શનના આધારે પ્રથમ પ્રયાસમાં જ ટાઇટલ જીત્યું.

IPL 2022: હાર્દિક પંડ્યા ફાઈનલ મેચના હિરોની ક્લબમાં સામેલ, રોહિત શર્મા અને અનિલ કુંબલે સાથે હવે ગુજરાતના કેપ્ટનનુ પણ નામ
Hardik Pandya એ ફાઈનલમા શાનદાર પ્રદર્શન કર્યુ હતુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 10:45 AM
Share

ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાં અનિલ કુંબલે અને રોહિત શર્મા (Rohit Sharma) નું નામ સામેલ છે. એકે પોતાની બોલિંગથી ભારતને સફળતાના શિખરો પર પહોંચાડ્યું છે તો બીજાનું બેટ ટીમ ઈન્ડિયામાં સતત યોગદાન આપી રહ્યું છે. જો કે, તેનું માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ મૂલ્યવાન યોગદાન છે અને અહીં પણ તેણે સિદ્ધિઓ પોતાના નામે કરી છે. આઈપીએલની જ વાત કરીએ તો હવે આ બંને દિગ્ગજો સાથે હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું નામ પણ જોડી શકાય છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ IPL 2022 ની ડેબ્યૂ સિઝનમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. આ જીત સાથે હાર્દિકે કંઈક એવું કરી બતાવ્યું જે તેની પહેલા માત્ર રોહિત શર્મા અને અનિલ કુંબલે જ કરી શક્યા હતા.

જે રીતે ગુજરાત ટાઇટન્સે IPLમાં ડેબ્યૂ કર્યું હતું, એ જ રીતે હાર્દિક પંડ્યાએ પણ કેપ્ટનશિપમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલીવાર, જ્યારે કોઈ ટીમની કમાન સંભાળી, ત્યારે હાર્દિકે સીધી ટ્રોફી કબજે કરી. ખાસ વાત એ છે કે આ જીતમાં માત્ર કેપ્ટનશિપ જ નહીં પરંતુ તેના પોતાના પ્રદર્શનની પણ સૌથી મહત્વની ભૂમિકા હાર્દિકે ભજવી હતી. હાર્દિકે રાજસ્થાન સામેની ફાઇનલમાં પહેલા 3 વિકેટ લીધી હતી અને પછી 34 રનની મહત્વની ઇનિંગ રમીને જીત સુનિશ્ચિત કરી હતી.

કુંબલે અને રોહિત પછી ત્રીજો કેપ્ટન

હાર્દિકના આ પ્રદર્શનથી ગુજરાતે ન માત્ર ટાઈટલ જીત્યું પરંતુ તેણે પોતે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો. આઈપીએલના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી વખત છે જ્યારે કોઈ ટીમના કેપ્ટને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. હાર્દિક પહેલા માત્ર બે કેપ્ટને આવું કર્યું હતું.

સૌપ્રથમ 2009માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અનિલ કુંબલેને ડેક્કન ચાર્જર્સ સામે માત્ર 16 રનમાં 4 વિકેટ લેવા બદલ આ એવોર્ડ મળ્યો હતો. જોકે કુંબલેની ટીમ ટાઈટલ જીતી શકી નહોતી. કુંબલે બાદ 2015માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિતે ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 26 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી અને આ માટે તેને એવોર્ડ મળ્યો હતો.

2015 થી 2022 સુધીમાં કહાની બદલાઈ ગઈ

હાર્દિક 2015ની ફાઈનલનો પણ ભાગ હતો, જ્યાં રોહિતે પોતાની ઈનિંગ્સથી મુંબઈને ચેમ્પિયન બનાવ્યું હતું. જોકે હાર્દિક તે વખતે નવો હતો અને તેની પહેલી જ ફાઇનલમાં કોઈ અસર કરી શક્યો ન હતો. તેનું ખાતું પણ ખોલી શકાયું નહોતું જ્યારે 4 ઓવરમાં 36 રન કોઈ વિકેટ વિના પસાર થઈ ગયા હતા. હવે કેપ્ટન તરીકેની તેની પહેલી જ ફાઇનલમાં હાર્દિકે બંને વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને તેની ટીમને પ્રથમ ટાઇટલ અપાવ્યું હતું.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">