સાનિયા મિર્ઝાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે રડ્યો શોએબ મલિક, LIVE TV શોમાં યાદ આવી પળો
બોલિવૂડ ફિલ્મનું એક ગીત છે - યાદેં યાદ આતી હૈ. સમજી લો કે આ કેટલીક એવી ક્ષણો હતી જેને યાદ કરીને શોએબ મલિક (Shoaib Malik)રડી પડે છે.

શું છે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધોનું સત્ય ? આ ક્ષણે ઘણી બાબતો ચાલી રહી છે. પરંતુ, કોઈ દાવો એવો નક્કર સંકેત કે મહોર લાગતી નથી કે બંને એકબીજા સાથેથી છુટાછેડા લઈ રહ્યા હોય જોકે, સમાચારના રૂપમાં આવી રહેલી અફવાઓ વચ્ચે શોએબ મલિક રડી પડ્યો હતો. જોકે, તેના રડવાનો સાનિયા સાથેના વિચ્છેદ સાથે કોઈ સંબંધ નહોતો. તે લાઈવ ટીવી શોમાં રડી પડ્યો કારણ કે તેને T20 વર્લ્ડ કપ સાથે જોડાયેલી એક ક્ષણ યાદ આવી.
બોલિવુડ ફિલ્મનું એક ગીત છે યાદે-યાદ આતી હૈ, શોએબ મલિકને પણ રડવાનારી કાંઈક યાદો પણ આવી જ છે. શોમાં શોએબ મલિકના આસું છલકાયા હતા. તેમણે જે યાદ આવી તે ટી 20 વર્લ્ડકપ 2009માં પાકિસ્તાનના ચેમ્પિયન બનવા સાથે જોડાયેલો છે.
શોએબ મલિકને કઈ ક્ષણ યાદ આવી
આ તૌ સૌ લોકો માને છે કે, 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની યંગ બટાલિયનન સામે પાકિસ્તાનની ટિમ ચાલી ન હતી, ફાઈનલમાં પાકિસ્તાન ધુંટણીએ પડ્યું હતું અને ભારત ચેમ્પિયન બન્યું હતું. પરંતુ વર્ષ 2009માં રમાયેલા વર્લ્ડકપમાં પાકિસ્તાન 2007ની ફાઈનલની હારને ભુલી ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની આ કમાલ કેપ્ટન યૂનિસ ખાનની આગેવાનીમાં થઈ હતી. શોએબ મલિક તેની સાથે જોડાયેલી એક ક્ષણને ટીવી શોમાં યાદ કરી ભાવુક થયો હતો.
યૂનિસ ખાનની વાત યાદ કરી રડ્યો શોએબ મલિક
2009માં ટી20 વર્લ્ડકપ જીતનારી પાકિસ્તાનની ટીમનો ભાગ રહેલા શોએબ મલિકે જણાવ્યું કે, અમે ચેમ્પિયન બન્યા તો તે દરમિયાન કેપ્ટન યૂનિસ ખાને મને બોલાવ્યો અને કહ્યું તુ ટ્રોફી ઉપાડ તે સમયે પાકિસ્તાની ટીમમાં હું નવો આવ્યો હતો તેના માટે આ મોટી વાત હતી, તે ઐતિહાસિક પળને યાદ કરતા તેની આંખમાં આસું આવ્યા હતા.
2009ના વર્લ્ડકપમાં પાકિસ્તાને શ્રીલંકાને ફાઈનલમાં હરાવી ખિતાબ પર કબ્જો કર્યો હતો. લોર્ડસમાં રમાયેલ મેચમાં પાકિસ્તાને 8 વિકેટથી ખિતાબ જીત્યો હતો. જેમાં શોએબ મલિક 22 બોલ પર 24 રન બનાવી અણનમ રહ્યો હતો.