3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો આ ખેલાડી, ધોનીએ કારકિર્દીમાં આપ્યો નવો વળાંક
શિવમ દુબેએ ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં રમી હતી પરંતુ તે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને હવે તે ત્રણ વર્ષ બાદ પરત ફર્યો છે.
શિવમ દુબે (Shivam Dube) એક સમયે ભારતીય ક્રિકેટમાં ખૂબ જ દબદબો ધરાવતો હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રમત દેખાડી હતી અને પછી ટીમ ઈન્ડિયામાં પણ આવ્યો હતો. પરંતુ સારું પ્રદર્શન ન કરવાને કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે શિવમ પાછો ફર્યો છે. શિવમની સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાનાર એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે શિવમ લગભગ ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
BCCIએ એશિયન ગેમ્સ માટે યુવા ખેલાડીઓની પસંદગી કરી
BCCIએ એશિયન ગેમ્સ માટે યુવા ખેલાડીઓની પસંદગી કરી છે. તેનું કારણ એ જ સમયે યોજાનાર ODI વર્લ્ડ કપ છે. ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં મોટાભાગના એવા જ ખેલાડીઓ જોવા મળે છે જેમને ભારતનું ભવિષ્ય કહેવામાં આવી રહ્યું છે.
Sixer Dube reloading in Blue #AsianGames #WhistlePodu @IamShivamDube pic.twitter.com/In503AZNKu
— Chennai Super Kings (@ChennaiIPL) July 15, 2023
ધોનીએ કારકિર્દી બદલી નાખી
શિવમ જ્યારે પહેલીવાર ટીમ ઈન્ડિયામાં આવ્યો ત્યારે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. તેના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની શકે છે, પરંતુ તે સફળ રહ્યો ન હતો. ભારત માટે એક ODI અને નવ T20 મેચ રમ્યા બાદ તેનું પત્તું કપાઈ ગયું હતું. તેને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તે પરત ફર્યો છે અને તેનું એક કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. શિવમ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ધોનીની કેપ્ટન્સીમાં સાથે રમે છે. ચેન્નાઈમાં આવ્યા બાદ શિવમની રમતમાં ઘણો સુધારો થયો છે. તેનું આ વર્ષનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
શિવમે દુબેનું IPLમાં દમદાર પ્રદર્શન
IPL 2023માં શિવમે 16 મેચમાં 38ની એવરેજથી 418 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદી ફટકારી. શિવમનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ IPLરહ્યું છે અને તેણે તેનો શ્રેય ધોનીને આપ્યો હતો. શિવમે IPL 2023 દરમિયાન કહ્યું હતું કે ધોનીએ તેને ખૂબ પ્રેરિત કર્યો હતો અને કહ્યું હતું કે શિવમને ડર્યા વિના રમવાની જરૂર છે. IPL 2023માં શિવમે આ જ કર્યું અને શાનદાર રમત બતાવી.
Shivam Dube said, “when Mahi bhai told me that I could win some matches on my own, I felt very happy. That lifted my confidence level a lot. The entire CSK family including captain Mahi bhai MS Dhoni backs you”. #WhistlePodu #Yellove #T20 #CSK pic.twitter.com/Nu3EyAv9p5
— Super Kings Fan Army™ (@SuperKingArmy) June 22, 2023
આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલે 10 વર્ષથી નથી ઉજવી દિવાળી, સંઘર્ષ અને બલિદાનની આ કહાની લાવી દેશે આંસુ
ટીમ ઈન્ડિયામાં બતાવશે તાકાત
શિવમ હવે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. જો કે આ ટીમ એવી ટીમ છે જેમાં ટીમના મુખ્ય ખેલાડીઓ એટલા માટે નથી કારણ કે તેઓ એશિયન ગેમ્સ દરમિયાન ODI વર્લ્ડ કપની તૈયારી કરશે. પરંતુ તેમ છતાં જો શિવમ અહીં સારો દેખાવ કરશે તો તે મુખ્ય ખેલાડીઓની સાથે ટીમ ઈન્ડિયામાં રમી શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે શિવમમાં પ્રતિભા છે. તેની ક્ષમતા અનુસાર રમવાની જરૂર છે. ધોનીએ જે કહ્યું શિવમ તે જ કરી રહ્યો છે.