AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યશસ્વી જયસ્વાલે 10 વર્ષથી નથી ઉજવી દિવાળી, સંઘર્ષ અને બલિદાનની આ કહાની લાવી દેશે આંસુ

યશસ્વી જયસ્વાલની એક ઇનિંગે તેને સ્ટાર બનાવી દીધો છે. દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ આ પ્રશંસા અને સફળતા પાછળ અથાગ મહેનત અને બલિદાન છે. આ સ્થાન પર પહોંચવા યશસ્વીએ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી નથી.

યશસ્વી જયસ્વાલે 10 વર્ષથી નથી ઉજવી દિવાળી, સંઘર્ષ અને બલિદાનની આ કહાની લાવી દેશે આંસુ
Yashasvi Jaiswal
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2023 | 9:45 PM
Share

તેણે તંબુમાં સમય વિતાવ્યો, વરસાદમાં તંબુમાં ટપકતા પાણીમાં રાત વિતાવી. જે ઉંમરે બાળકો માતા-પિતાની મદદથી દુનિયાને જાણવાનો પ્રયાસ કરે છે, તે ઉંમરે તેણે ઘર છોડી દીધું હતું. નાની ઉંમરે તે આંખોમાં મોટા સપના લઈને મુંબઈ આવ્યો હતો. તેને પોતાને ખબર ન હતી કે ક્યાંથી શરૂઆત કરવી, પરંતુ આજે તે સ્ટાર છે અને તે સ્ટારનું નામ છે યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)

ડેબ્યૂ મેચમાં યશસ્વીની શાનદાર સદી

આજે જયસ્વાલમાં ભારતીય ક્રિકેટનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. તે માત્ર 21 વર્ષનો છે, પરંતુ જ્યારે હેલ્મેટ પહેરીને, હાથમાં બેટ લઈને, ટીમ ઈન્ડિયાની જર્સીમાં, તે તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમવા મેદાનમાં આવ્યો, ત્યારે તેણે અનુભવી ખેલાડીની જેમ રમત બતાવી અને પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી. તેનો પ્રયાસ બેવડી સદી માટે હતો, પરંતુ ઈનિંગ 171 રન પર સમાપ્ત થઈ ગઈ.

અંધકારમાંથી બહાર આવવાની કહાની

આજે યશસ્વી જયસ્વાલ ચમકી રહ્યો છે, પરંતુ તેની ચમક પાછળ અંધકારમાંથી બહાર આવવાની કહાની છે. જો જયસ્વાલે પોતાની મહેનતથી એ અંધકાર દૂર ન કર્યો હોત તો કદાચ તે અંધકારમાં ખોવાઈ ગયો હોત. તે અંધકારને દૂર કરવા માટે, તેણે લગભગ 10 વર્ષ સુધી પ્રકાશનો તહેવાર યોગ્ય રીતે ઉજવ્યો ન હતો.

10 વર્ષથી દિવાળી ઉજવાઈ નથી

દિવાળીમાં લોકો દુનિયાના કોઈપણ ખૂણે પોતાના પરિવાર સાથે પહોંચી જાય છે. જ્યારે જયસ્વાલ 10 વર્ષથી પોતાના માતા-પિતા સાથે આ તહેવારની ઉજવણી કરી શક્યો નથી. સૌથી મોટા તહેવારમાં જ્યાં દરેક પોતાના પરિવાર સાથે હતા, જયસ્વાલ તેમનાથી દૂર સંઘર્ષ કરી રહ્યો હતો. પિતાએ બતાવેલ સપનું પૂરું કરવા માટે તેણેખૂબ મહેનત કરી છે. પરિવારને મળવાની ઝંખના હોવા છતાં, જ્યારે તે થાકીને રાત્રે તેના તંબુમાં પહોંચતો ત્યારે તેને યોગ્ય આરામ મળતો ન હતો.

સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસ

જીવિત રહેવા માટે, તેણે પાણી પુરી વેચી, જેથી તેના પિતાને કોઇની પાસે પૈસા માંગવા ન પડે. આજે યશસ્વી પાસે તે બધું છે જે એક સમયે તેનું સ્વપ્ન હતું. લગભગ 2 વર્ષ પહેલા, ભારતીય બેટ્સમેને પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તે કેટલા વર્ષોથી તેના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શક્યો નથી. તેણે એમ પણ કહ્યું કે તે ખરેખર જ્યાં પહોંચવા માંગે છે તેના માટે એ પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Sky Diving: શિખર ધવને કર્યો ખતરનાક સ્ટંટ, વિમાનમાંથી યુવતી સાથે માર્યો કૂદકો, જુઓ Video

પિતાએ વિશ્વાસ દર્શાવ્યો

જયસ્વાલે કહ્યું કે તેને ક્રિકેટ રમતા જોવાનું તેના પિતાનું સપનું હતું, જેને તેણે અનુસર્યું અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. યશસ્વીએ કહ્યું કે તે તેના પિતાના શબ્દો હતા કે તમે આ કરી શકો છો. તેણે કહ્યું કે તે તેના પિતા જેવો બનવા માંગે છે. ભારતના ઉભરતા બેટ્સમેને વધુમાં કહ્યું કે તેના માતા-પિતાના પ્રેમને વર્ણવવા માટે શબ્દો પૂરતા નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">