IPL 2023: પત્નિથી દૂર હોવાને લઈ ખેલાડી પરેશાન, પોતાના દર્દને બતાવતા કહી દિલની વાત!
RR VS LSG: રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી શિમરોન હેટમાયર સિઝનનો શ્રેષ્ઠ ફિનિશર તરીકે ઉભરી રહ્યો છે, જોકે હાલ તે પત્નિથી દૂર હોવાને લઈ પરેશાન છે.

બુધવારે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરમાં ટક્કર થનારી છે. IPL 2023 ની આ 26મી મેચ રમાનારી છે. રાજસ્થાનની ટીમનો ફિનિશર હેટમાયર પોતાની પત્નિથી દુર હોવાને લઈ દુઃખી છે. તોફાની બેટિંગ કરતો હેટમાયર બુધવારે પત્નિને ખૂબ યાદ કરી રહ્યો છે. પત્નિ નિરવાનીને ખાસ દિવસે યાદ કરી રહ્યો છે કે, તે આજે તેનાથી દૂર છે. હેટમાયરની પત્નિ હાલમાં ગુયાનામાં છે, જ્યારે હેટમાયર આઈપીએલની સિઝનમાં ધૂમ મચાવતી રમત રમી રહ્યો છે.
આજે હેટમાયર માટે ખાસ દિવસ છે. 19 એપ્રિલ હેટમાયરની પત્નિ નિરવાનીનો જન્મદિવસ છે. આમ વિશેષ દિવસે જ બંને એકબીજાથી ખૂબ દૂર છે, જેને લઈ હેટમાયર ખૂબ યાદ કરી રહ્યો છે. હેટમાયર તેની પત્નિને ખૂબ યાદ કરી રહ્યો છે અને તેને પોતાની પત્નિથી દૂર રહેવાનુ ખૂબ જ અઘરુ લાગી રહ્યુ છે.
નિરવાનીને ખૂબ મીસ કરી રહ્યો છે
પત્નિ નિરવાનીને ખૂબ જ મીસ કરી રહ્યો હોવાનુ હેટમાયરે જાતે જ બતાવ્યુ છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ કરીને મીસ કરતો હોવાનુ બતાવ્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે, બર્થડેના દિવસે નિરવાની સાથે નહીં હોવાનુ દર્દનાક છે. જોકે હેટમાયર જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમથી ખાસ ગીફ્ટ મોકલવાવી શકે છે. આ માટે તેણે એક શાનદાર ઈનીંગ રમવી પડશે. આમ કરીને તે રાજસ્થાન રોયલ્સને શાનદાર જીત અપાવીને તે પત્નિને માટે દિવસ યાદગાર બનાવી શકે છે.
View this post on Instagram
હેટમાયરનો તોફાની અંદાજ
સિઝનમાં શિમરોન હેટમાયરે રંગ જમાવ્યો છે. રાજસ્થાનનો આ ખેલાડી મેદાન પર આવે એટલે બેટ વડે ખૂબ આગ ઓકી રહ્યો છે. હેટમાયરે 5 મેચ સિઝનમાં રમીને તેમાં 183 રન 15 છગ્ગાની મદદ વડે નોંધાવી ચૂક્યો છે. તો વળી સિઝનનો શાનદાર ફિનિશર ગણાતા હેટમાયરના બેટથી 184 થી વધારેની સ્ટ્રાક રેટ ધરાવે છે. જ્યારે તે સિઝનમાં 5 માંથી ચાર ઈનીંગ અણનમ રમી ચૂક્યો છે.
.@rajasthanroyals register their first victory over @gujarat_titans 💥#TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/d78S2fMAr7
— JioCinema (@JioCinema) April 16, 2023
બુધવારે હોમગ્રાઉન્ડ જયપુરમાં હેટમાયર આવા જ અંદાજ થી લખનૌની ટીમ પર ભારે પડે એવી આશા રાજસ્થાનના ચાહકોને હશે. રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યાર સુધીમાં પાંચ મેચ રમીને ચારમાં જીત મેળવી છે. જયપુરના સ્ટેડિયમમાં રનનો અંબાર ખડકાઈ શકવાની આશા છે. અહીં બોલરો માટે મેદાન મુશ્કેલ મનાય છે.
આ પણ વાંચોઃ Sachin Tips for Arjun Tendulkar: સચિન તેંડુલકરે જે બતાવ્યુ, હૈદરાબાદ સામે મેચમાં કરી દેખાડ્યુ, છવાઈ ગયો અર્જુન
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…