Sachin Tips for Arjun Tendulkar: સચિન તેંડુલકરે જે બતાવ્યુ, હૈદરાબાદ સામે મેચમાં કરી દેખાડ્યુ, છવાઈ ગયો અર્જુન
SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે મેચ રમાઈ હતી. અંતિમ ઓવરમાં મુંબઈએ 20 રન બચાવવાના હતા અને રોહિત શર્મા એ જવાબદારી અર્જુન તેંડુલકરને સોંપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે IPL 2023 ની મેચ રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 14 રનથી જીત હૈદરાબાદ સામે મેળવી હતી. હૈદરાબાદ પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહ્યુ હતુ. મેચમાં અંતિમ ઓવરમાં લક્ષ્ય બચાવવાની જવાબદાર તેંડુલકરની હતી. રોહિત શર્માએ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના હાથમાં બોલ આપ્યો હતો અને સાથે જ મુંબઈને જીત અપાવવાની જવાબદારી પણ સોંપી હતી. જેમાં અર્જુન ખરો ઉતર્યો હતો. અર્જુનના માથે પિતાના નામનો ભાર અને અંતિમ ઓવરમાં પડકાર બચાવવાનો દબાણ હતુ. જોકે તેણે શાનદાર બોલિંગ વડે એ કામ કરી દેખાડી સૌને પ્રભાવીત કર્યા હતા.
અર્જુન તેંડુલકરે પિતા સચિન તેંડુલકરે જે બતાવ્યુ હતુ એને મેચમાં કરી દેખાડ્યુ હતુ. સચિનની ભૂમિકા અર્જુનને તૈયાર કરવા પાછળ મહત્વની રહી હતી. જે કામ તેણે અંતિમ ઓવરમાં કરી દેખાડ્યુ હતુ એ કામ પહેલા સચિને આપેલી સલાહને માનવામાં આવે છે. જેને લઈને જ પિતાની સલાહ પર પુત્રએ પ્રભાવિત કરનારુ પ્રદર્શન કરવામાં સફળતા મેળવી હતી.
અંતિમ ઓવરમાં કર્યુ આ કામ
રોહિત શર્માએ જ્યારે અર્જુનના હાથમાં બોલ આપ્યો ત્યારે મેચની અંતિમ ઓવર જ બાકી હતી. આ ઓવરમાં 20 રન સનરાઈઝર્સ હૈદરાબાદને જરુર હતી. જ્યારે 2 વિકેટ હાથ પર હતી. રોહિતે અંતિમ ઓવર અર્જુનને આપી અને જીત મેળવવાની જવાબદારી સોંપી હતી. IPL માં ડેબ્યૂ મેચ આ સિઝનમાં અર્જુન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રહ્યો હતો અને આ તેની બીજી મેચ હતી. પરંતુ બીજી મેચમાં જ પોતાના માથે આવેલી જવાબદારી પાર પાડતા ઓવરમાં માત્ર 5 રન ગુમાવીને એક વિકેટ ઝડપી ટીમને 14 રનથી જીત અપાવી હતી. ભૂવનેશ્વર કુમારને તેણે શિકાર બનાવ્યો હતો.
View this post on Instagram
મેચમાં અર્જુને 2.5 ઓવર કરી હતી. આ દરમિયાન તેણે એક વિકેટ ઝડપીને 18 રન ગુમાવ્યા હતા. આમ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પિતા સચિન તેંડુલકરનો ભરોસા મુજબ પ્રદર્શન અર્જુને હૈદરાબાદમાં કર્યુ હતુ.
આ પણ વાંચોઃ IPL 2023: અંતિમ ઓવરના દબાણ વચ્ચે અર્જુન તેંડુલકરનો જબરદસ્ત યોર્કર, બીજી મેચમાં જ રચ્યો ઈતિહાસ!
અર્જુને મેચ બાદ વાત કરતા કહ્યુ હતુ કે, પિતા સચિન તેંડુલકરની સલાહ મુજબ તે સારુ કરી શક્યો છે. તેને પિતાએ હિંમત આપી હતી કે મેચમાં તે સારો દેખાવ કરી શકે. જે હિંમત તેણે અંતિમ ઓવરમાં બતાવી હતી અને મુંબઈ માટે જરુરી કામ પુરુ કર્યુ હતુ.
અર્જુને કહ્યું, “અમે ક્રિકેટ વિશે ઘણી વાતો કરીએ છીએ. અમે મેચ પહેલા રણનીતિ વિશે વાત કરી હતી. તેણે મને એટલું જ કહ્યું કે તમે મેચ પહેલા જે પ્રેક્ટિસ કરો છો, તે મેચમાં કરવા પર ધ્યાન આપો.
Arjun Tendulkar made his IPL debut for @mipaltan on Sunday as the legendary @sachin_rt watched his son from the confines of the dressing room 👏🏻👏🏻
Here is the father-son duo expressing their emotions after what was a proud moment for the Tendulkar household👌🏻 – By @28anand pic.twitter.com/Lb6isgA6eH
— IndianPremierLeague (@IPL) April 17, 2023
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે IPL ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જોકે તે ડેબ્યૂ મેચમાં વિકેટ ઝડપી શક્યો નહોતો. તેણે બે ઓવર ફેંકવા બાદ 17 રન ઝડપ્યા હતા. પરંતુ હૈદરાબાદ સામેની મેચમાં અર્જુન તેંડુલકર વિકેટ ઝડપવમાં સફળ રહ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…