શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી સાથે પોતાના ઘરે પહેલી રીલ બનાવી, જુઓ વીડિયો
શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયાશા મુખર્જીના વર્ષ 2023માં છૂટાછેડા થયા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિના પહેલા ધવનની લાઈફમાં એક મહિલાની એન્ટ્રી થઈ છે. જે તેની સાથે ચેમ્પિયન ટ્રોફી મેચ સિવાય અલગ અલગ ઈવેન્ટ અને ઈન્ટરવ્યુમાં જોવા મળે છે.

હાલમાં આઈપીએલની ધમાલ જોવા મળી રહી છે પરંતુ 17 વર્ષ બાદ પહેલી વખત ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવન મેદાન પર જોવા મળી રહ્યો નથી. પોતાની ધમાકેદાર બેટિંગથી જાણીતો હતો પરંતુ ધવને ગત્ત સિઝન પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ IPL દરમિયાન પણ ધવન ચર્ચામાં રહે છે અને તેનું કારણ તેની નવી ગર્લફ્રેન્ડ છે, જેની સાથે ‘ગબ્બર’ છેલ્લા કેટલાક દિવસોમાં સાથે જોવા મળી ચૂકી છે અને હવે ધવનની આ ગર્લફ્રેન્ડ પણ તેના ઘરે પહોંચી ગઈ છે.
શિખર ધવને ગર્લફ્રેન્ડ સાથે બનાવી પ્રથમ રીલ
શિખર ધવને શનિવારના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી છે. જે દિલ્હીમાં તેના ઘરની છે. જેમાં ધવન અને એક મહિલા જોવા મળી રહી છે. જે કોઈ એક્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ મહિલા બીજી કોઈ નહી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ધવન સાથે જોવા મળતી તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ છે. ત્યારબાદ બંન્નેના સંબંધોની ચર્ચાઓ શરુ થઈ છે. જેના પર ધવને હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ હવે આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ ધવનની ગર્લફ્રેન્ડ છે.
View this post on Instagram
એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા
તમને જણાવી દઈએ કે, શિખર ધવનની ગર્લફ્રેન્ડનું નામ સોફી શાઈન છે. જે આર્યરલેન્ડની રહેવાસી છે અને માર્ક્રેટિંગના ક્ષેત્રમાં કામ કરે છે. બંન્ને પ્રથમ વખત નવેમ્બરમાં એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા પરંતુ ત્યારે કોઈને આ વાતનો ખ્યાલ ન હતો. પરંતુ આ વર્ષે જ્યારે ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની એક મેચ દરમિયાન શિખર ધવન અને સોફી સાથે જોવા મળ્યા હતા. ત્યારે બંન્ને ચર્ચામાં આવ્યા હતા. બંન્નેએ સૌનું ધ્યાન ખેચ્યું હતુ. ત્યારબાદ ધવન અને સોફિયા કેટ્લાક લગ્નમાં ઈન્ટરવ્યુમાં અલગ અલગ ઈવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા છે.
સોફી શાઇન કોણ છે?
સોફી શાઇન આયરલેન્ડની રહેવાસી છે. સોફીને ચેમ્પિયન ટ્રોફી 2025માં ધવન સાથે જોવા મળી હતી. ત્યારથી બંન્નેના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, સોફી મોટી આઇરિશ ફર્મમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે.આ પહેલા, તે નવેમ્બર 2024 માં પણ ધવન સાથે જોવા મળી હતી. ધવન અને સોફી બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. સોફીના ઇન્સ્ટાગ્રામ પર 54 હજાર ફોલોઅર્સ છે.શિખર ધવન પહેલી પત્ની આયશા મુખર્જીથી 2023માં અલગ થયો છે. શિખર ધવન અને આયશાને એક દીકરો પણ છે. જેનું નામ જોરાવર છે.