Shane Warne Passes Away: શેન વોર્ને IPL ની પ્રથમ સિઝનમાં જ રાજસ્થાનને બનાવ્યુ હતુ ચેમ્પિયન, ફાઇનલમાં ચેન્નાઇને પછાડ્યુ હતુ

|

Mar 04, 2022 | 10:36 PM

Shane Warne Passes Away: શેન વોર્નના નિધન અંગેના સમાચાર જાણવાથી ના માત્ર ઓસ્ટ્રેલિયા જ શોકમગ્ન છે. પરંતુ સમગ્ર ક્રિકેટ વિશ્વમાં શોક પ્રસરી ગયો છે. આ મહાન ક્રિકેટર તેની જાદુઇ સ્પીન બોલીંગ થી વિશ્વભરના ખૂણે ખૂણે તેના ચાહક વર્ગને ધરાવતો હતો.

Shane Warne Passes Away: શેન વોર્ને IPL ની પ્રથમ સિઝનમાં જ રાજસ્થાનને બનાવ્યુ હતુ ચેમ્પિયન, ફાઇનલમાં ચેન્નાઇને પછાડ્યુ હતુ
Shane Warne એ કેપ્ટનશીપના તેના ગુણોની ઓળખ IPL ની પ્રથમ સિઝનના ચેમ્પિયન બનીને આપી હતી.

Follow us on

શેન વોર્ન (Shane Warne) ના નિધન અંગેના સમાચાર જાણવાથી ના માત્ર ઓસ્ટ્રેલિયા જ શોકમગ્ન છે. પરંતુ સમગ્ર ક્રિકેટ વિશ્વમાં શોક પ્રસરી ગયો છે. આ મહાન ક્રિકેટર તેની જાદુઇ સ્પીન બોલીંગ થી વિશ્વભરના ખૂણે ખૂણે તેના ચાહક વર્ગને ધરાવતો હતો. તેનો ભારત સાથે પણ નાતો સારો રહ્યો હતો. તે ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) ની પ્રથમ સિઝનમાં જોડાયો હતો અને તેણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને પોતાની આગેવાનીમાં ટ્રોફી જીતાડી હતી. આઇપીએલ ની 2008 ની સિઝન દરમિયાન શેન વોર્ને રાજસ્થાનને આ જીત અપાવી હતી.

આઇપીએલમાં તે વખતે રાજસ્થાન રોયલ્સની ટીમની કેપ્ટનશીપ નિભાવી રહેલા વોર્ને ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યુ હતુ. ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર જામી હતી. જે ફાઇનલ મેચમાં જીત માટે શેન વોર્ન અને તેની સાથે સોહેલ તન્વીર મેદાનમાં ક્રિઝ પર હતા. બંનેની રમતે ટીમને જીતના લક્ષ્ય સુધી પહોંચાડી હતી.

ટીમને શાનદાર જીત અપાવવાને લઇને વિજય બાદ રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડીઓએ વોર્નને ખભા પર બેસાડીને મેદાનમાં સ્ટેડિયમનુ ચક્કર લગાવ્યુ હતુ. તે દૃશ્ય આજે પણ આઇપીએલ ના ચાહકોને યાદ છે. શેન વોર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પદની ભૂમિકામાં ક્યારેય જોવા મળ્યો નહોતો. પરંતુ તેણે આઇપીએલ માં જે પ્રમાણે પોતાના કેપ્ટનશીપના ગુણોના દર્શન કરાવ્યા હતા તેના થી ક્રિકેટ નિષ્ણાંતો તેની વાહ વાહી કરવા માટે મજબૂર બન્યા હતા. તેની આ જીત તેની કેપ્ટનશીપ કરીયરની ઐતિહાસીક રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વોર્નનુ IPL કરીયર

ઓસ્ટ્રેલિયન મહાન બોલર વોર્ન આઇપીએલમાં 55 મેચ રમ્યા છે. જેમાંથી તેઓએ 199 ઓવર કરી હતી. આઇપીએલમાં 57 વિકેટ ઝડપી હતી અને બોલીંગ એવરેજ 25.39 હતી. વોર્નનુ શ્રેષ્ઠ પ્રદર્શન 21 રન આપીને 4 વિકેટ ઝડપવાનુ હતુ. વોર્ન 4 વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચુક્યા છે.

 

આ પણ વાંચોઃ Shane Warne: શેન વોર્નનું અફેર બન્યું હતુ છૂટાછેડાનું કારણ, હોટલમાં ધ્રુસકે- ધ્રુસકે રડ્યા હતા ક્રિકેટર

 

આ પણ વાંચોઃ Shane Warne Passes Away: શેન વોર્નનો ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’, તે ગજબના બોલે ઉડાવી હતી ગીલ્લી, જુઓ Video

Published On - 10:11 pm, Fri, 4 March 22

Next Article