Shahid Afridi એ અધવચ્ચે થી જ PSL ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પરત ખેંચ્યુ, હવે ફરી નહી જોવા મળે ટૂર્નામેન્ટમાં

|

Feb 13, 2022 | 8:37 PM

શાહિદ આફ્રિદીના માટે પાકિસ્તાન સુપર લીગની આ સિઝન ખાસ રહી નહોતી, તેની રમત કંગાળ જોવા મળી રહી હતી.

Shahid Afridi એ અધવચ્ચે થી જ PSL ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પરત ખેંચ્યુ, હવે ફરી નહી જોવા મળે ટૂર્નામેન્ટમાં
Shahid Afridi ની રમત આ સિઝનમાં કંગાળ રહી હતી.

Follow us on

વિશ્વભરના ક્રિકેટ ચાહકો અને દિગ્ગજોની નજર બેંગ્લુરુ તરફ છે. જ્યાં હાલમાં આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) ની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન પડોસી દેશમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL 2022) થી મોટા સમાચાર આવી રહ્યા છે. પીએસએલ ટૂર્નામેન્ટમાંથી અધવચ્ચે થી જ પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ખેલાડી શાહિદ આફ્રિદી (Shahid Afridi) એ પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. તે હવે સ્થાનિક લીગ થી પણ સંન્યાસ લઇ રહ્યો છે અને હાલમાં પીઠની સમસ્યાથી ગંભીર રીતે પિડાઇ રહ્યો હોવાનુ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યુ છે.

પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર છેલ્લા 7 વર્ષથી પીએસએલ સાથે જોડાયેલો હતો અને જોડાઇ રહેવા માટેનુ કારણ પણ તે ક્રિકેટ પ્રેમીઓ હોવાનુ જણાવતો હતો. આફ્રિદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલા એક સંદેશમાં કહ્યુ હતુ કે, હું સારી રીતે ટૂર્નામેન્ટને ખતમ કરવા માટે ઇચ્છતો હતો. પરંતુ પાછળના 15-16 વર્ષથી પીઠની સમસ્યા છે અને હું તેની સાથે જ રમતો રહ્યો હતો. પરંતુ હવે આ સમસ્યા વધારે વધી ગઇ છે અને જેનાથી મારા ગ્રોઇન, ઘૂંટણ પર અસર પડી રહી છે હવે આ પિડા મારા પગ સુધી પહોંચી રહી છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

આફ્રિદી લીગ માં કેટલીક વાર દર્દથી પિડાતો હોવાનુ જોવા મળી રહ્યુ હતુ. આમ છતાં પણ તે તેની ટીમ ક્વેટા ગ્લેડિયેટર્સ માટે રમતો રહ્યો હતો. તેણે પાછળની ત્રણ મેચોમાં 3 વિકેટ ઝડપી હતી. અને બાદમાં હવે તેણે લીગને અલવિદા કહ્યુ છે.

આફ્રિદીએ આવનારા દિવસોમાં એક લીગ ટૂર્નામેન્ટ અને અન્ય ટી10 લીગ ટૂર્નામેન્ટમાં રમવા માટેની ઇચ્છા દર્શાવી હતી. અને કહ્યુ હતુ કે, જો હું આમાંથી સ્વસ્થ થવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે હું પિડાને વધારે સહન કરી શકુ એમ નથી. કહે છેને તમારુ સ્વાસ્થ્ય સારુ હોય તો તમને બધુ જ સારુ લાગે છે. હું મારી ફિટનેસ માટે રિહૈબિલિટેશન કરીશ. હજુ આગળ ઘણુ ક્રિકેટ બચ્યુ છે અને આશા કરુ છુ છે કે હું રમત પ્રેમિઓ સામે ફરી પરત ફરી શકુ.

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની કરતા વધારે સેલરી મળવાને લઇને દીપક ચાહરે કહી મોટી વાત, બોલી રોકાવવા ઇચ્છતો હતો!

આ પણ વાંચોઃ Yash Dayal, IPL 2022 Auction: મુંબઇ એ પરખવામાં થાપ ખાધી અને ગુજરાત ટાઇટન્સે ઝડપી બોલર યશ દયાળને 3.20 કરોડમાં ખરીદી લીધો, જાણો કોણ છે

 

Published On - 7:34 pm, Sun, 13 February 22

Next Article