AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: શેફાલી વર્મા ઐતિહાસીક જીત બાદ ટીમ ઈન્ડિયાની વાત કહેતા કહેતા રડી પડી

ભારતીય યુવા મહિલા ક્રિકેટ ટીમની સુકાની શેફાલી વર્માએ ઈતિહાસ રચી દીધો, જે કામ સિનિયર ટીમના કરી શકી એ કામ તેણે યુવા ટીમની આગેવાની કરતા કરી દેખાડ્યુ.

Video: શેફાલી વર્મા ઐતિહાસીક જીત બાદ ટીમ ઈન્ડિયાની વાત કહેતા કહેતા રડી પડી
Shafali Verma emotional tears weeps India wins
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 10:59 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC અંડર 19 મહિલા T20 વિશ્વકપની ફાઈનલ મેચ રવિવારે રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમને 68 રનમાં જ સમેટી લીધુ હતુ. મજબૂત ટીમને ઝડપથી ઓલઆઉટ કરીને સરળતાથી લક્ષ્ય પાર કરી લઈ જીત મેળવી હતી. ICC એ પ્રથમ વાર જ મહિલા વર્ગમાં અંડર 19 T20 વિશ્વકપનુ આયોજન કર્યુ હતુ અને જેને ભારતે આ સાથે જ પોતાના નામે કરી લીધો હતો. યુવા ટીમે કમાલ કર્યો હતો. આ કમાલ બાદ ભારતીય ટીમની સુકાની શેફાલી વર્મા પોતાની આંખોના આંસુઓને રોકી શકી નહોતી.

ભારતીય સિનિયર ટીમ આ કામ નથી કરી શકી જે કામનુ સપનુ ભારતીય ક્રિકેટ બોર્ડનુ મહિલા વર્ગમાં રહ્યુ હતુ. પરંતુ ત્રણ વાર ફાઈનલમાં પહોંચ્યા બાદ સફળતા હાથ લાગી નહોતી. વર્ષ 2020 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં હાર સાથે શેફાલી વર્મા રડી પડી હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ એવુ જ વિશ્વ ચેમ્પિયન બનવાનુ સપનુ સાકાર ખુદની આગેવાનીમાં કરી લીધુ છે. બસ ફરક એટલો જ રહ્યો કે, આ સિનિયર નહીં અંડર 19 ટીમ હતી.

ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યુ

દક્ષિણ આફ્રિકામાં રમાયેલ પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં, ભારતે ખૂબ જ એકતરફી અંદાજમાં ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતુ. સમગ્ર ટૂર્નામેન્ટમાં વર્ચસ્વ દર્શાવનારી ભારતીય ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને માત્ર 68 રનના સામાન્ય સ્કોર પર જ સમેટી દીધું અને પછી વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 14 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શેફાલી વર્મા આ વર્લ્ડ ચેમ્પિયન ટીમની કેપ્ટન હતી. જે સિનિયર મહિલા ટીમની સભ્ય છે.

જ્યારે જીત બાદ તે પ્રેન્ઝન્ટેશન સેરેમની માટે કેપ્ટનના રુપમાં શેફાલી વર્મા પહોંચી અને ટીમ ઈન્ડિયાના વખાણ કરવા લાગી તો, પોતાના આંસુઓને રોકી શકી નહોતી. શેફાલી ભાવુક બની ગઈ હતી અને સાથે જ તેણે દરેક ભારતીય ક્રિકેટ ચાહકને એ પળે ભાવુક કરવા મજબૂર કરી દીધા હતા.

View this post on Instagram

A post shared by ICC (@icc)

હવે મહિલા ટી20 વિશ્વકપ પર નજર

અગાઉ ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે જ ભારતીય મહિલા સિનિયર ટીમનુ સપનુ પુરુ થઈ શક્યુ નહોતુ. હવે શેફાલી વર્મા આગામી મહિને દક્ષિણ આફ્રિકામાં ભારતીય સિનિયર ટીમ વતી રમી અધૂરા સપનાને પુરા કરવા રમતી નજર આવશે. 2020માં શેફાલીની ઉંમર 16 વર્ષની હતી અને તેને હરલીન દેઓલે શાંત કરી હતી, હવે તેની પાસે આત્મવિશ્વાસ અને અનુભવ બંને ખૂબ છે. જેનો ફાયદો ભારતીય ટીમને મળશે.

Follow Us
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
g clip-path="url(#clip0_868_265)">