AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ભારતીય યુવા મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને હરાવી બની વિશ્વ ચેમ્પિયન

India Vs England Womens ICC U 19 T20 World Cup match report: મહિલા વર્ગમાં ભારત આઈસીસી ક્રિકેટ વિશ્વકપ ટ્રોફી વિજેતા પ્રથમ વાર બન્યુ છે.

IND vs ENG: ભારતીય યુવા મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને હરાવી બની વિશ્વ ચેમ્પિયન
U 19 Womens T20 World Cup final Indian Team World Champion
| Updated on: Jan 29, 2023 | 8:04 PM
Share

ભારતીય મહિલા અંડર 19 ટીમે ઈતિહાસ રચી દીધો છે. ક્રિકેટમાં મહિલા વર્ગમાં ભારત આઈસીસી ‘T20 વિશ્વકપ ચેમ્પિયન પ્રથમ વાર બન્યુ છે. શેફાલી વર્માની આગેવાની ધરાવતી ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપીને ઇતિહાસ રચ્યો છે. ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના શેફાલીએ અમલમાં મુકી હતી. તેનો આ દાવ કારગત નિવડ્યો અને ઈંગ્લીશ ટીમને ભારતીય ટીમની યુવા બોલરોએ માત્ર 68 રનમાં જ સમેટી લીધી હતી. પુરી 20 ઓવર રમવા અગાઉ જ ઈંગ્લીશ ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી.

ત્યાર બાદ બેટિંગ કરતા ભારત આસાન લક્ષ્યને 14 ઓવરમાં જ પાર પાડી લીધુ હતુ. સોમ્યા તિવારી અને હર્ષિતા બાસુએ લક્ષ્ય સુધી અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજયી બનાવ્યુ હતુ. અંડર 19 ટીમે એ કમાલ કરી દેખાડ્યો છે, જે મહિલા વર્ગમાં સિનિયર ટીમ વર્ષોથી રાહ જોઈ રહ્યુ છે. ભારતીય ટીમે શરુઆતથી જ ટૂર્નામેન્ટમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.

ઈતિહાસ રચ્યો યુવા ટીમે

મહિલા વર્ગમાં જે કામ સિનિયર ટીમ મિતાલી રાજ અને હરમન પ્રીત કૌર નથી કરી શક્યા એ  કામ શેફાલી શર્મા અને તેની ટીમે કરી દેખાડ્યુ છે. અગાઉ ત્રણ વાર ભારતીય ટીમને વિશ્વકપ ફાઈનલ રમવાનો મોકો મળ્યો હતો. પરંતુ તેમાં ભારતીય મહિલા ટીમ નિષ્ફળ રહી હતી. જોકે શેફાલીએ પ્રથમ મોકામાં જ સફળતા મેળવી છે. આઈસીસીએ મહિલા વર્ગ અંડર 19 ટી20 વિશ્વકપની શરુઆત કરી છે, જેની પ્રથમ ટૂર્નામેન્ટમાં જ શેફાલીની આગેવાનીમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

પ્રથમ ચેમ્પિયન તરીકે ટીમ ઈન્ડિયાએ આઈસીસીની મહિલા વર્ગ અંડર 19 વિશ્વકપ ટૂર્નામેન્ટ જીતીને શરુઆત કરી છે. એટલે કે આઈસીસીની નવી શરુઆતના પ્રથમ વિજેતા તરીકે ભારતનુ નામ સુવર્ણ અક્ષરે લખાઈ ચુક્યુ છે.

આવી રહી મેચ

ટોસ હારીને બેટિંગ કરતા 17.1 ઓવરની રમત રમીને ઈંગ્લેન્ડની ટીમ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લીશ ખેલાડીઓની ક્રિઝથી પેવેલિયન વચ્ચેની આવન-જાવન ભારતીય બોલરોએ ઝડપી બનાવી દીધી હતી. ટિટાસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપરાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શેફાલી વર્મા. સોનમ યાદવ અને મન્નત કશ્યપે એક એક વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે 19 રન રિયાના મેકડોનાલ્ડે નોંધાવ્યા હતા. જ્યારે નિમ હોલેન્ડે 10 અને એલેક્ષા સ્ટોનહાઉસે 11 રન નોંધાવ્યા હતા.

જવાબમાં પિછો કરતા ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ 15 રન અને શ્વેતા સેહરાવતે 5 રન નોંધાવ્યા હતા. ગોંગાડી ત્રિષાએ 24 રનનુ યોગદાન આપ્યુ હતુ. સોમ્યા તિવારીએ 24 રન અણનમ નોંધાવ્યા હતા. આમ ભારતે 14 ઓવરની રમતમાં 69 રનનુ લક્ષ્ય સરળતાથી પાર કરી લીધુ હતુ.

Follow Us
અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન વિજય રૂપાણીને યાદ કરી થયા ભાવુક-Video
અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન વિજય રૂપાણીને યાદ કરી થયા ભાવુક-Video
શણગારેલી કાર સાથે વરરાજાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું, જુઓ વીડિયો
શણગારેલી કાર સાથે વરરાજાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું, જુઓ વીડિયો
નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કર્યું, જુઓ-Video
નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કર્યું, જુઓ-Video
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video
Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા
Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
g clip-path="url(#clip0_868_265)">