T20 World Cup 2022: 4 બોલમાં 4 વિકેટ લઇ ભારતે શાનદાર જીત મેળવી
ICC Men T20 World Cup IND Vs AUS Match Report: બ્રિસ્બેનના ગાબામાં રમાયેલ પ્રથમ વોર્મ અપ મેચમાં ભારતને શાનદાર જીત મળી હતી, શમીએ અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ મેળવી હતી.

ટી20 વિશ્વ કપમાં (T20 World Cup 2022) વોર્મ અપ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં 6 રનથી હાર આપી હતી. ભારત એક સમય પર મેચ હારવાનું હતું પણ 20મી ઓવરમાં મોહમ્મદ શમીએ આખી મેચ પલટી નાખી હતી. અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 11 રનની જરૂર હતી. પણ શમીએ 6 બોલમાં ફક્ત 4 રન આપ્યા હતા અને તેણે 3 વિકેટ ઝડપી હતી. અંતિમ ઓવરમાં ભારતે 4 વિકેટ ઝડપી હતી જેમાં એક રન આઉટનો સમાવેશ થાય છે. શમીએ મેચમાં એક ઓવર જ નાખી હતી અને તે જીત માટેનો હીરો બન્યો હતો. તેણે 4 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.ભારતે કે એલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની અડધી સદીના કારણે 186 રન બનાવ્યા હતા. રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ખરાબ ફોર્મથી પસાર થઇ રહેલા ફિંચે ફોર્મ પરત મેળવ્યું હતું અને તાબડતોડ અડધી સદી ફટકારી હતી, એરોન ફિંચે 54 બોલમાં 79 રન કર્યા હતા. તેના સિવાય મિચેલ માર્શ એ 18 બોલમાં 35 રનો કર્યો હતા. ગ્લેન મેક્સવેલ એ પણ 23 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
અંતિમ ઓવરમાં રોમાંચ
છેલ્લી ઓવરમાં રોહિત શર્માએ મોહમ્મદ શમીને ઓવર આપી હતી. આ મેચમાં તેની પહેલી ઓવર હતી. પ્રથમ બોલ પર શમીએ 2 રન આપ્યા હતા. બીજા બોલ પર પણ તેણે બે રન આપ્યા. હવે ઓસ્ટ્રેલિયાને 4 બોલમાં 7 રનની જરૂર હતી ફણ અહીયાથી શમીએ મેચ પલટી નાખી હતી. ત્રીજી બોલ પર તેણે પેટ કમિંસને વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. વિરાટ કોહલીએ પેટ કમિંસનો જબરદસ્ત કેચ પકડયો હતો. આ પછી ચોથી બોલ પર એગરને કાર્તિક અને શમીએ સાથે મળી રનઆઉટ કર્યો હતો. પાંચમી બોલ પર શમીએ જોશ ઇંગ્લિસને બોલ્ડ કર્યો હતો. શમીએ કમાલનો યોર્કર નાખ્યો હતો. છેલ્લા બોલે શમીએ રિચર્ડસનને યોર્કર દ્વારા બોલ્ડ કરીને ભારતને મેત જીતાડી હતી.
What A Win! 👌 👌#TeamIndia beat Australia by 6⃣ runs in the warm-up game! 👏 👏
Scorecard ▶️ https://t.co/3dEaIjgRPS #T20WorldCup | #INDvAUS pic.twitter.com/yqohLzZuf2
— BCCI (@BCCI) October 17, 2022
રાહુલ-સૂર્યકુમારની ગજબ બેટીંગ
શમી પહેલા કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ફિફટી ફટકારી હતી અને ભારતને 186 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રોહિત-વિરાટ બેટિંગમાં નિષ્ફળ રહ્યા હતા, પણ રાહુલ અને સૂર્યકુમાર યાદવે બેટીંગમાં સારો દેખાવ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાના બોલરોનો પરસેવો પાડયો હતો. દિનેશ કાર્તિકે પણ 20 રન બનાવી ઉપયોગી યોગદાન આપ્યું હતું.