ભારતના આ સ્ટાર ખેલાડીનો થયો અકસ્માત, કાર 4-5 વખત પલટી, ગંભીર ઈજા થઈ

ભારતના યુવા બેટ્સમેન મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. આ ઘટના બાદ તેને ફ્રેક્ચર થયું હતું. તેને તાજેતરમાં ઈરાની કપ 2024 માટે મુંબઈની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતના આ સ્ટાર ખેલાડીનો થયો અકસ્માત, કાર 4-5 વખત પલટી, ગંભીર ઈજા થઈ
Sarfaraz Khan & Musheer KhanImage Credit source: PTI
Follow Us:
| Updated on: Sep 28, 2024 | 4:04 PM

યુવા ભારતીય બેટ્સમેન મુશીર ખાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, આ ઘટના બાદ તેને ફ્રેક્ચર થયું હતું. મુશીર તેના પિતા નૌશાદ ખાન સાથે ઈરાની કપ મેચ માટે કાનપુરથી લખનૌ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. મુશીર ખાન ટીમ ઈન્ડિયાના ખેલાડી સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે. ઈરાની કપ 2024 માટે મુંબઈની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રમાશે.

મુંબઈ ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક

19 વર્ષીય ખેલાડી મુશીર ખાન મુંબઈનો ઉભરતો સ્ટાર છે. તે ભારતની અંડર 19 ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મુશીર ખાન ઈરાની કપ માટે મુંબઈની ટીમ સાથે લખનૌ ગયો ન હતો. તે તેના પિતા નૌશાદ ખાન સાથે પોતાના વતન આઝમગઢમાં હતો અને ત્યાંથી લખનૌ જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં તે ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ તેમની કાર 4-5 વખત પલટી ગઈ, જેના કારણે તેમને ગળામાં ઈજા પણ થઈ. આ ઈજા બાદ તે ઈરાની કપમાંથી બહાર થઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે મુશીર 11 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફીના પ્રારંભિક રાઉન્ડમાંથી પણ બહાર થઈ શકે છે.

ઈરાની કપમાંથી મુશીર ખાન બહાર

મુશીર ખાનના અકસ્માત અંગે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. તેની ઈજા વિશે સંપૂર્ણ માહિતી હજુ સુધી જાણવાની બાકી છે. મુશીર ખાનનું ઈરાની કપમાંથી બહાર થવું મુંબઈની ટીમ માટે મોટો ફટકો છે. તે ઈરાની કપમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાનો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ટૂંકી કારકિર્દીમાં મોટો ધડાકો કર્યો

મુશીર ખાન ગત સિઝનથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોમાં મુશીર ખાને 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે. આ દરમિયાન મુશીર ખાનના બેટમાંથી એક અડધી સદી અને 3 સદી જોવા મળી છે. બેટિંગની સાથે તે બોલિંગ પણ કરે છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 8 વિકેટ ઝડપી છે. તાજેતરમાં જ તેણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બેંગલુરુમાં ઈન્ડિયા B તરફથી રમતી વખતે, તેણે ઈન્ડિયા A વિરુદ્ધ 181 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા તે અંડર-19 વર્લ્ડ કપમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IND vs BAN: બીજા દિવસની રમતનો સમય પૂરો થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા હોટેલમાં કેમ પરત આવી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">