પૃથ્વી શૉ પર વિરુદ્ધ સપના ગિલે લગાવેલ છેડતીના આરોપ પાયાવિહોણા: મુંબઈ પોલીસ
પૃથ્વી શૉએ મુંબઈના અંધેરી વિસ્તારમાં એક પબમાં તેની છેડતી કરી હોવાનો સપના ગીલનો આરોપ 'ખોટો અને પાયાવિહોણો' હોવાનું મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું.
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સપના ગિલના વિવાદે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. મુંબઈ પોલીસે સોમવારે સ્થાનિક કોર્ટને જણાવ્યું કે સોશિયલ મીડિયાની સ્ટાર સપના ગીલનો આરોપ છે કે ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ મુંબઈના અંધેરી વિસ્તારના એક પબમાં તેની છેડતી કરી હતી તે આરોપ પાયાવિહોણા છે.
સોમવારે, તપાસ અધિકારી કેસની સુનાવણી કરતા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને આ સંદર્ભમાં અહેવાલ રજૂ કર્યો હતો . પોલીસ રિપોર્ટ સબમિટ થયા પછી, ગિલના વકીલ અલી કાશિફ ખાને કોર્ટને વિનંતી કરી કે તેને કથિત બોલાચાલીના વીડિયો ફૂટેજ બનાવવાની મંજૂરી આપવામાં આવે, જે ગીલના મિત્ર દ્વારા તેના ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી, જે મીડિયામાં વાયરલ થઈ હતી.
સપના ગિલે ફરિયાદ દાખલ કરી હતી
આ ઉપરાંત પબની બહારની ઘટનાના CCTV ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે. કોર્ટે સમગ્ર ઘટનાના ફૂટેજ પોલીસને સોંપવા કહ્યું અને કેસની સુનાવણી 28 જૂન સુધી મુલતવી રાખી. ગિલે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
Mumbai Police said, “Molestation case against Prithvi Shaw by Sapna Gill is false and baseless. Sapna herself was drunk and chased Shaw’s car after he refused to take selfie”. pic.twitter.com/r2VlSulPkI
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 26, 2023
કોર્ટમાં પોલીસે શું કહ્યું?
કોર્ટમાં જતા પહેલા ગિલે શૉ અને તેના મિત્ર સામે છેડતીનો કેસ દાખલ કરવા માટે અંધેરીના એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે પબના CCTV ફૂટેજની તપાસમાં જોવા મળ્યું કે ગિલ અને તેનો મિત્ર શોબિત ઠાકુર દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઠાકુર શૉનો વીડિયો લેવા માંગતો હતો , પરંતુ ક્રિકેટરે તેને વીડિયો લેવાથી રોકી દીધો હતો.
આ પણ વાંચોઃ World Cup 2023 : સ્પેસમાંથી સીધી અમદાવાદના નમો સ્ટેડિયમમાં ઉતરી વર્લ્ડ કપની ટ્રોફી, જુઓ video
પોલીસે કહ્યું કે ફૂટેજ જોતાં એવું લાગતું નથી કે શો અને અન્ય લોકોએ સપનાની છેડતી કરી હોય. પોલીસે કહ્યું કે તેઓએ પબમાં હાજર સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે જ્યાં ઘટના બની હતી અને તેઓએ કહ્યું હતું કે કોઈએ સપનાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો નથી.
Mumbai Police said, “Molestation case against Prithvi Shaw by Sapna Gill is false and baseless. Sapna herself was drunk and chased Shaw’s car after he refused to take selfie”.#CricketTwitter pic.twitter.com/zeyCGukIPn
— InsideSport (@InsideSportIND) June 26, 2023
CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી
પોલીસે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા અને જાણવા મળ્યું કે સપના ગિલે તેના હાથમાં બેઝબોલ બેટ સાથે શૉની કારનો પીછો કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ફૂટેજમાં ગિલ ક્રિકેટરની કારની વિન્ડસ્ક્રીન તોડટી પણ દેખાય છે. ગીલની ફરિયાદ મુજબ હાથ ધરવામાં આવેલી તપાસમાં પૃથ્વી શો અને અન્યો સામેના આરોપો ખોટા અને પાયાવિહોણા હોવાનું બહાર આવ્યું છે.