IND vs WI: દિલ્હીથી શરૂ થઈ 100 ટેસ્ટની સફર, જાણો 75 વર્ષ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શું થયું હતું?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 75 વર્ષ પહેલા રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચનો ઉત્સાહ જોરદાર હતો અને હવે નજર 100મી ટેસ્ટ મેચ પર છે. 100મી ટેસ્ટ ચાહકોના મનમાં કેવી છાપ છોડે છે અને કેવો રોમાંચક મુકાબલો જોવા મળે છે તેના પર ક્રિકેટ પ્રેમીઓની નજર છે.
ભારત (Team India) અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ક્રિકેટમાં 100મી વાર ટકરાવા તૈયાર છે. બંને ટીમોના સ્વાગત માટે ત્રિનિદાદનું મેદાન પણ તૈયાર છે. પરંતુ, ત્રિનિદાદમાં 100માં મુકાબલા સુધી પહોંચવાની સફર 75 વર્ષ પહેલા વર્ષ 1948માં દિલ્હીમાં શરૂ થઈ હતી. કોટલા મેદાનમાં બંને દેશો વચ્ચે રમાયેલ સૌપ્રથમ ટેસ્ટ (Test) મેચનો સ્કોરકાર્ડ આજના ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ કરતા સાવ અલગ જ હતો.
ભારત-વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ટેસ્ટ 1948માં રમાઈ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1948માં 10 થી 14 નવેમ્બર દરમિયાન રમાઈ હતી. દિલ્હીના કોટલા ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની પ્રથમ ઇનિંગમાં 4 બેટ્સમેનોની સદીની મદદથી 631 રન બનાવ્યા હતા.
Hello from Queen’s Park Oval, Trinidad 👋
All in readiness for the 100th Test between India and West Indies 👌👌#TeamIndia | #WIvIND pic.twitter.com/Sf8926MqP7
— BCCI (@BCCI) July 20, 2023
ભારતીય બેટ્સમેને 245 મિનિટ સુધી લડત આપી
જ્યારે જવાબ આપવાનો વારો આવ્યો ત્યારે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના એક બેટ્સમેન હેમુ અધિકારીએ 245 મિનિટ સુધી ક્રિઝ પર સખત સંઘર્ષ કર્યો હતો અને એકલા હાથે વેસ્ટ ઈન્ડિઝની બોલિંગનો સામનો કર્યો. હેમુ અધિકારીએ પ્રથમ દાવમાં અણનમ 114 રન બનાવ્યા હતા. પરિણામ એ આવ્યું કે ભારતે પણ પ્રથમ દાવમાં 454 રન બનાવ્યા.
ફોલોઓન થયા બાદ પણ ભારતે મેચ ડ્રો કરી
જો કે, હેમુ અધિકારીના મેરેથોન સંઘર્ષ પછી પણ ભારતને ફોલોઓન થવું પડ્યું. પ્રથમ દાવમાં 177 રનની લીડ લેનાર વેસ્ટ ઈન્ડિઝે તેના લીડ સ્કોર પહેલા ભારતને રોકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. તેમણે બોલિંગમાં તેના 11માંથી 9 ખેલાડીઓને અજમાવ્યા. પરંતુ, ભારતે આવું થવા દીધું ન હતું.
ભારતે વેસ્ટ ઈન્ડિઝની યોજનાને નિષ્ફળ બનાવી. ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારતે 6 વિકેટે 220 રન બનાવ્યા હતા. હેમુ અધિકારી ફરીથી ક્રિઝ પર હતો. તે બીજી ઇનિંગમાં પણ 29 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. આ રીતે 5 દિવસ પછી પણ મેચનું કોઈ પરિણામ ન આવ્યું અને ટેસ્ટ ડ્રો થઈ હતી.
India Vs West Indies in Test cricket:
1948 to 2002: Matches – 75. Won by West Indies – 30. Won by India – 8.
2002 till now: Matches – 24. Won by West Indies – 0. Won by India – 15.
– India and West Indies will play their 100th Test tonight! pic.twitter.com/au9H5xbWO0
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2023
આ પણ વાંચો : IND vs WI : વિરાટ કોહલી 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં એકપણ રન બનાવ્યા વિના પણ બનાવશે વર્લ્ડ રેકોર્ડ
પ્રથમ ટેસ્ટ હિટ, 100મી ટેસ્ટમાં શું થશે?
ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ માત્ર વેસ્ટ ઈન્ડિઝની જ બેટિંગ હતી. આ પછી ભારતનો પ્રથમ દાવ ત્રીજા અને ચોથા દિવસ સુધી ચાલુ રહ્યો હતો. જ્યારે પાંચમાં દિવસે પણ ભારતની બીજી ઇનિંગની રમત ચાલુ રહી હતી. 75 વર્ષ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચનો રોમાંચ કંઈક અલગ હતો અને હવે બધાની નજર 100મી ટેસ્ટ મેચ પર છે. 100મી ટેસ્ટ લોકોના મનમાં કેટલો ઉત્સાહ જગાવે છે અને કેવો પ્રભાવ પાડે છે, તે જોવું રહ્યું.