Sania Mirza એ ફાઈનલમાં હાર સાથે ભાવુક થઈ ગઈ, આંખોમાં આંસૂ સાથે લીધી વિદાય

|

Jan 27, 2023 | 11:15 AM

સાનિયા મિર્ઝાએ શુક્રવારે પોતાના કરિયરની અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ રમી હતી. જેમાં હાર મળતા રનર અપ ટ્રોફીની સાથે મંચ પર પાસે આવી હતી. જ્યાં તેના સન્માન માટે સૌ કોઈ પોતાના સ્થાન પર ઉભા થઈ ગયા હતા.

Sania Mirza એ ફાઈનલમાં હાર સાથે ભાવુક થઈ ગઈ, આંખોમાં આંસૂ સાથે લીધી વિદાય
Sania Mirza crying last grand slam match speech

Follow us on

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હવે ફરીથી ગ્રાન્ડ સ્લેમ માટે ટેનિસ કોર્ટમાં જોવા નહીં મળે. અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં તે રનર્સ અપ રહીને સંતોષ માન્યો છે. સાનિયા મિર્ઝાએ અંતિમ ગ્રાન્ડ સ્લેમ બાદ હવે તેણે ટેનિસથી વિદાય લીધી છે. સાનિયા મિર્ઝાએ 19 વર્ષથી ગ્રાન્ડ સ્લેમમાં ભારતનુ નામ રોશન કર્યુ છે. હવે આ નામ હવેના ગ્રાન્ડ સ્લેમમાં જોવા નહીં મળે. સાનિયા પોતાના કરિયરનો અંતિમ ગ્રાન્ડ સ્લેમ જીતવા ઈચ્છતી હતી. જીત સાથે કરિયરની સફરનો અંત માણવા માટે ઈચ્છતી હતી.

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં માં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીએ હારનો સામનો કર્યો હતો. આ જોડીએ સ્ટેફની અને માતોસની સામે ઉતરી હતી. જેમાં તેઓએ રનર્સ અપ ટ્રોફી મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ટ્રોફી લેવા આવતા જ રડી પડી

ભારતની આ સ્ટાર ખેલાડીએ ભારતીય ટેનિસને એક નવા મુકામ પર પહોંચાડ્યુ છે. તેણે ગ્રાન્ડ સ્લેમમાં ભારતનો દમ દેખાડ્યો હતો. સ્ટાર ટેનિસ પ્લેયર રનર અપ ટ્રોફી લેવા માટે આવી કે તુરત જ એકાદ મીનીટમાં જ પોતાની આંખો ભરાઈ આવી હતી. સાનિયા પોતાને રોકી શકી નહોતી. કોર્ટ પર ઉપસ્થિત દર્શકોની આંખોમાં પણ સાનિયાની વિદાયની પળના ભાવુક પળપર પોતાની આંખોમાં આંસૂને રોકી શક્યા નહોતા. ખાસ કરીને ભારતીય દર્શકો પણ ત્યાં મોજૂદ હતા એ પણ રડી પડ્યા હતા.

 

 

રડમસ અવાજે સફર યાદ કરી

સાનિયા રનર અપ ટ્રોફી લેવા માઈક પાસે આવતા જ ઉપસ્થિત સૌ કોઈ પોતાના સ્થાન પર ઉભા રહી ગયા હતા. વિદાયની વેળા વખતે સાનિયાને સન્માન આપવા માટે સૌ કોઈ ઉભા રહ્યા હતા. આ સમયે તે પોતાની વાત રડમસ અવાજે રજૂ કરી રહી હતી. તે પોતાની વિદાય વેળા ભારે ગળાએ પોતાની વાતને કહી રહી હતી. તેણે પોતાની મુસ્કુરાહટ પાછળ પોતાની વાતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વધારે સમય તે છુપુ રહી શક્યુ નહીં અને તે વાત કહેત કહેતા જ રડી પડી હતી. ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી અને ભારે ગળાએ ઓસ્ટ્રેલિયન ઓપનની સફરને યાદ કરી હતી.

તેણે એમ કહીને શરૂઆત કરી, “હું રડું તો એ ખુશીના આંસુ છે. હું માટોસ-સ્ટેફની પાસેથી તે ક્ષણ છીનવી લેવા માંગતો નથી જેના માટે તે લાયક છે”. સાનિયા ગ્રાન્ડ સ્લેમમાં ડબલ્સમાં ઈતિહાસ રચતા પહેલા સિંગલ્સ રમી હતી. તે સેરેના વિલિયમ્સ સામે પણ રમી ચૂકી છે. પોતાની સફરને યાદ કરતાં તેણે કહ્યું. “હું હજુ થોડી વધુ ટુર્નામેન્ટ રમવાની છું, પરંતુ મારી કારકિર્દી 2005માં મેલબોર્નમાં શરૂ થઈ હતી, જ્યારે હું 18 વર્ષની હતી અને સેરેના વિલિયમ્સ સામે રમી હતી. રોડ લેવર એરેના મારા માટે હંમેશા ખાસ રહી છે. મારા છેલ્લા ગ્રાન્ડ સ્લેમ માટે આનાથી વધુ સારું મેદાન ન હોઈ શકે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા પુત્રની સામે ગ્રાન્ડ સ્લેમ રમીશ”.

 

Published On - 10:58 am, Fri, 27 January 23

Next Article